બગસરા માર્કેટયાર્ડમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

બગસરા,
બગસરામાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની ખેતીવાડી ઉત્તપન્ન બજાર ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચુંટણી જાહેર થતા નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રો રજુ કરવાના અંતિમ દિવસે ખેડુત વિભાગમાંથી 22 અને વેપારી વિભાગમાંથી 4 તેમજ સહકારી વિભાગમાંથી એક ઉમેદવારી પત્રો ભરાયાં હતા જેમાં સહકારી વિભાગમાંથી એકમાત્ર વિરજીભાઇ ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કર્યો હતો જયારે ખેડુત વિભાગમાંથી ભાલાળા ભરતભાઇ ધનજજીભાઇ બગસરા, કાનાણી ગોરધનભાઇ પોપટભાઇ ચારણપીપળી, બાબરીયા કિશોરભાઇ કાળુભાઇ હામાપુર, દેશાઇ કલ્યાણભાઇ લાલજીભાઇ ખજુરીપીપળીયા, સતાસીયા કાંતિભાઇ શંભુભાઇ ઝાંઝરીયા, પાનસુરીયા રવજીભાઇ લખમણભાઇ નાજાપુર, વેગડ વિનુભાઇ પરશોત્તમભાઇ લુણીધાર, સતાસીયા રમેશભાઇ કાળુભાઇ મુંજીયાસર, લોંધરવદરા વિઠ્ઠલભાઇ શંભુભાઇ મોટા મુંજીયાસર, રાખોલીયા જીતેન્દ્રભાઇ પરશોત્તમભાઇ ખારી, સકવાળા બાબુભાઇ ભાણાભાઇ મોટા ઉજળા, સાંગાણી મનસુખભાઇ ફુલાભાઇ બાલાપુર, ગોધાણી વલ્લભભાઇ શામજીભાઇ નવી હળીયાદ, રાંક દેવરાજભાઇ પરશોત્તમભાઇ નવા વાઘણીયા, વેકરીયા કાંતિભાઇ જાદવભાઇ શાપર, અંટાળા ગોપાલભાઇ ભીખાભાઇ મોટી કુંકાવાવ, વઘાસીયા રમેશભાઇ ગોબરભાઇ ડેરીપીપરીયા, મોવલીયા જલ્પેશભાઇ બાવાભાઇ નાની કુંકાવાવ, સાવલીયા ખોડાભાઇ કેશવભાઇ કડાયા, લુણાગરીયા જગદિશભાઇ મનજીભાઇ બગસરા, રાદડીયા વિનુભાઇ વશરામભાઇ દેવગામ, પડશાળા જેરામભાઇ શંભુભાઇ અનીડાએ ખેડુત વિભાગમાંથી જયારે વેપારી વિભાગમાંથી મુશાણી આશિફભાઇ જાનમહમદભાઇ બગસરા, રફાળીયા સંજયભાઇ મનસુખભાઇ બગસરા, ગોસાઇ મહેન્દ્રપરી ભોજપરી મોટી કુંકાવાવ, ડેરૈયા રાજુભાઇ દેવકુભાઇ બગસરાએ વેપારી વિભાગમાંથી ઉમેદવારી કરી હતી. જયારે સહકારી ખરીદ વેચાણ મંડળીઓમાંથી શ્રી વિરજીભાઇ કેશવભાઇ ઠુમ્મરએ વાવડી રોડમાંથી ઉમેદવારી કરી હતી. આજે ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી થનાર છે તેમ માર્કેટ યાર્ડના સુત્રોમાંથી જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા માર્કેટયાર્ડમાં ખેડુત વિભાગમાં 10 બેઠકો અને વેપારી ભાગમાં 4 તથા સહકારી વિભાગમાં 1 મળી 15 બેઠકો માટે ચુંટણીનું જાહેરનામુ બહાર પડેલુ તે મુજબ ઉમેદવારી પત્રો ભરવાની આજે તા.18 ના રોજ છેલ્લી મુદત હતી આજે તા.19 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી અને તા.22-12-23 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેચવાની છેલ્લી મુદત છે તા.29-12-23 ના રોજ સવારે 9 થી 5 સુધી મતદાન થશે અને તા.30-12-23 સવારે 9 વાગ્યેથી મત ગણતરી થનાર છે.કુલ 15 બેઠકો માટે છેલ્લી તારીખ સુધીમાં ખેડુત વિભાગમાં 22 વેપારી વિભાગમાં 4 અને સહકારી વિભામાં 1 મળી કુલ 27 ઉમેદવારી પત્રો રજુ થયા હતા આજે ઉમેદવારી પત્રોને ચકાસણી બાદ સ્થીતી સ્પષ્ટ થશે જ્યારે સહકાર વિભાગમાં એક જ ઉમેદવારી પત્ર શ્રી વિરજીભાઈ ઠુમ્મરનું હોવાથી તે બેઠક બીનહરીફ થાય તેવી શક્યતાઓ વચ્ચે સહકારી ક્ષેત્રે આગેવાનો દ્વારા ભારે દોડધામ સાથે ઉત્તેજના પ્રર્વતે છે.