અમરેલી શહેર અને જીલ્લામાં ઠંડીમા વધારો :18.1 ડિગ્રી ઠંડી

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડક વધ્ાુ પ્રસરી છે.તાપમાનનો પારો 18.1 ડિગ્રી નોંધાયું હતું.રવિ અને સોમ બે દિવસથી દિવસભર સુસવાટા મારતા પવનના કારણે જનજીવન ઉપર અસર પડી છે.પવનના કારણે લોકોના રોજીંદા કામકાજ અને વ્યવહારને પણ અસર થવા પામી છે.વહેલી સવારે ઠંડીથી બચવા ઝુંપડપટી અને ખુલ્લામાં રહેતા લોકો દ્વારા તાપણાનો આશરો લઈ રહયા છે.સ્કુુલે જતા બાળકો અને લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહયા છે.ઠંડીના કારણે સાંજના બજારો પણ સુમસામ ભાસી રહી છે.