વરસડામાં રૂા.1.80 કરોડ અને બક્ષીપુરમાં રુ.05 લાખના ખર્ચે પાણી-પુરવઠાનાં કાર્યો થશે

અમરેલી,
રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે. વિવિધ વિકાસકાર્યો થકી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિભાગના વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વરસડા અને બક્ષીપુર ખાતે અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે પાણી-પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું હતું. અમરેલી જિલ્લાના વરસડા ખાતે પાણી પુરવઠાના આશરે રુ.1.80 કરોડના ખર્ચે અને બક્ષીપુર ખાતે રુ. 05 લાખના ખર્ચે વિકાસકાર્યો સંપન્ન થતા નાગરીકોની સુખાકારીમાં વધારો થશે.આ અંગે વિગતો આપતા પાણી-પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ઉષાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વરસડા ખાતે ઈશ્વરીયા જૂથ પાણી-પુરવઠા યોજના અંતર્ગત 04 એમ.એલ.ડીનો ફિલ્ટર પ્લાન્ટ, 40 લાખ લીટર પાણીનું વહન થઈ શકે એવો સંપ અને 05 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાતી ઉંચી ટાંકી તૈયાર થશે. આ સુવિધાઓ તૈયાર થઈ જતા મહી-પરિએજ યોજના અંતર્ગત 13 ગામોને પાણીનો લાભ મળશે. જ્યારે બક્ષીપુર ખાતે રુ.05 લાખના ખર્ચે 01 લાખ લીટરની ક્ષમતાનો સંપ નિર્માણ પામશે, જે ખૂટતા સ્ટોરેજ અંતર્ગત તૈયાર કરવામાં આવી રહ્યો છે. બંને ગામમાં વિકાસકાર્યો દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જે.બી. દેસાઈ, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી કાળુભાઇ વાળા, વરસડા ગામના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જ્યારે બક્ષીપુર ખાતે સ્થાનિક પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા