પીપાવાવ પોર્ટમાં શોર્ટ સર્કીટ સર્જાતા ફોરવ્હીલમાં આગ લાગી : નુકશાન

અમરેલી,
પીપાવાવ પોર્ટ સર્કલથી મેઈન ગેઈટ તરફ જતા તા. 17-12 ના વહેલી સવારે દરોગાખાન પઠાણ ઉ.વ. 38 નાઈટ રાઉન્ડ મારતા હતા તે દરમ્યાન પીપાવાવ પોર્ટ સર્કલથી મેઈન ગેઈટ તરફ જતા અચાનક પોતાની મહેન્દ્રા ટીયુવી 300 જી.જે. 14 એ.પી. 3400 ફોરવ્હીલમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા આખી ફોરવ્હીલ બળી ગયાનું મરીન પીપાવાવ પોલિસ મથકમાં જાહેર કરેલ