રાજુલા એસટી ડેપોમાં વધ્ાુ આવક છતા કરાતો અન્યાય

રાજુલા,
અમરેલી જિલ્લામાં એસટી રાજુલા ડેપો માં પૈસાની વધુ આવક સતા એસટી શેત્રે ઘોર અન્યાય ધારાસભ્ય ચેમ્બર એક માસ પહેલા ઉદ્ઘાટન કર્યું અને ડેપો મેનેજર એસટી બંધ કરી રાજુલા એસટી ડેપોમાં એક માસ પહેલા રાજુલા ચેમ્બર ધારાસભ્ય વેપારીઓ ઉપસ્થિત રહી અને રાજુલા રાજકોટ એસટી બસ શરૂ કરવામાં આવી હતી બગસરા ડેપોમાં વર્ષોથી ચાલતો રૂટ બગસરા મહુવા વાયા ખાંભા કંથારીયા જે પણ બંધ હતો તે તાત્કાલિક શરૂ કર્યા ગ્રામ્ય વિસ્તારમાં હર્ષની લાગણી ઉદ્ભવી પરંતુ ભાજપ સરકાર દ્વારા એસટીમાં દિવાળી ઉપર પણ આવક ખૂબ જ આવી હતી તેઓ રટણ એસટી તંત્રના અધિકારીઓ અને સરકાર કરી રહી હતી પરંતુ એસટી તંત્રના અધિકારીઓ એસટીની અનેક યોજનાઓ સત્તા એસટીના ઉંચ અધિકારીઓ યોજનાઓ સફળ થવા દેતા નથી રાજુલા ડેપોમાં અમરેલી એસટી નિયામકદ્વારા પોરબંદર બસ શરૂ કરવામાં આવી આ વિસ્તારની આમ જનતા દ્વારા આ એસટી બંધ કરવાનું કહ્યું કેમકે પોરબંદર જવા માટે અનેક એસટીઓ સવારમાં છે પરંતુ એસટી નિયામકને કોણ કહે એ તો ધરાહાર શરુ આજે પણ ટ્રાફિક ઓછો હોવા છતાં શરૂ રાખવામાં આવી છે જ્યારે ચેમ્બર કોમર્સ ધારાસભ્ય વેપારીઓ દ્વારા રાજકોટની તેમજ બગસરા ની રજૂઆત બાબત બસ શરૂ કરી દેવામાં આવી પરંતુ એક માસ હાંકી આ બંને બસો બંધ કરી દેવામાં આવી ત્યારે આજે ચેમ્બરના તથા વેપારીઓ ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા ફરી ધારાસભ્યને રજૂઆત કરી છે કે બગસરા તો 20 વર્ષથી ચાલતો રૂટ છે અને રાજકોટ નવી શરૂ કરવામાં આવી ટ્રાફિક પણ પુષ્કળ હતો પરંતુ ઉદઘાટન કરે એક માસ થયો અને બંને બંધ કરી દીધી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ નું કહેવું છે કે બિન ઉપયોગી રાજુલા પોરબંદર બંધ કરી દેવી અને વર્ષોથી ચાલુ મહુવા બગસરા તેમજ રાજુલા રાજકોટ એસ ટી ઓ ચાલુ કરવા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને ને રજૂઆત કરી છે ચેમ્બર દ્વારા એસટી વિભાગને પણ જણાવ્યું છે કે આ બંને એસ.ટી.ઓ શરૂ નહીં થાય તો ગ્રામ્ય મુસાફરો આંદોલનને માર્ગે જશે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા જણાવ્યું