લીલીયાના પીપળવામાં નકલી ઘીની ફેકટરી ઝડપાઇ

લીલીયા,
અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ ના . પો.અધિ. જે. પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના લીલીયાના પી.એસ.આઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે લીલીયા તાલુકાના પીપળવા ગામે નકલઘીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને રૂ/-22,81,360 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર રાજુલાના આકાશ વીંજવા નામના શખ્સે દિવાળી પહેલા રાજુલાથી લીલીયા તાલુકાના પીપળવા ગામે ચોખ્ખા ઘીના નામે નકલી ઘીનો કારોબાર શરૂ કરેલ હતો. અગાઉ આકાશ રાજુલામાં ઉત્પાદન કરતો હોવાનું જણાવેલ અને અંતે પાપનો ભાંડો ફુટતા પોલિસે દરોડો પાડયો હતો. ઔષધા દેશી ગાયના ઘીના નામે પેકીંગ કરી બનાવટી ઘી બનાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હતાં. લીલીયાના પી.એસઆઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે પીપળવા ગામે ગત મોડી રાત્રિના દરોડો પાડી ઘી 2190 કિલો રૂ/-13,56,000 તેમજ 133 ડબ્બા ભરેલા વનસ્પતિઘી તથા વનસ્પતિ તેલ મળી કુલ રૂ/-22,81,360ના મુદામાલ સાથે ભરત વાશુરભાઇ વીંઝવા રહે. પીપળવા, સાહિલ ઇસ્માઇલભાઇ ઝાખરા રહે.રાજુલા, રામ મસરીભાઇ વિંઝવા રહે. જુનવદર, નવસાદ સબ્બીરભાઇ ગાહાને ઝડપી પાડયા હતા. જયારે મુખ્ય સુત્રધાર આકાશ કનુભાઇ વિંઝવા રહે. રાજુલા ફરાર હોવાથી તેમને પકડવાનો બાકી છે. ચોખ્ખા દેશી ગાયના ઘીના નામે લોકોને ડુપ્લીકેટ ઘી વેચીને પોતાનો આર્થિક ફાયદો મેળવવા લોકોની જીંદગી સાથે ચેડા કરતા હતા. આ બનાવની આજે વહેલી સવારે લીલીયા પોલિસે ફરિયાદ દાખલ કરેલ. અને આ બનાવની ફ્રુડ એન્ડ ડ્રગ તેમજ એફએસએલને જાણ કરતા નકલી ઘીના નમુના પણ લેવાયા હતા.