વંડાના પશુ દવાખાનામાં 10 વર્ષથી ડોક્ટર નથી : 70 વર્ષ જુનું બિલ્ડીંગ સાવ જર્જરીત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના વંડામાં સરકારી પશુ દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી ડોક્ટર ન હોય પશુ પાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વંડાના પીયાવા, આંકોલડા, ખાલપર, મેકડા જેવા ગામોમાં પશુપાલકોની બહુમતી છે અને ત્યાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે છેલ્લા દસ વર્ષથી અહીં પશુ ડોક્ટર નથી અને પટાવાળા પણ નથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલા આ દવાખાનાની ઇમારત પણ જર્જરીત હાલતમાં છે. અવાર નવાર રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાતા નથી. પશુપાલનમાં અમરેલીની હાલત એટલી હદે ખરાબ છે કે અમરેલી જિલ્લમાં 32 પશુ દવાખાના છે પણ ડોક્ટરની સંખ્યા માત્ર પાંચ છે. સરકાર પશુપાલકો માટે તાકિદે પશુ ડોક્ટરની નિમણુંક કરે તેવી લોક લાગણી