જાફરાબાદ નજીક ટીંબીમાં ભાડા ચોકડી પાસે છકડો રીક્ષા સાથે ફોરવ્હીલ અથડાવી

અમરેલી,
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાડા ચોકડી પાસે રોહિસા ગામના જગુભાઈ જાદવભાઈ ખસીયા ઉ.વ. 32 તેના પત્નિ લાભુબેન તથા ગામના ભાવનાબેન ભરતભાઈ સાંખટ, મંજુબેન દુધાભાઈ મકવાણા, ભાવનાબેન ભુપતભાઈ સાંખટ તા. 19-12 ના પોતાની છકડો રીક્ષા જી.જે. 14 વાય. 2603 લઈને ટીંબી ગામે મજુરી કામ માટે જતા હતા. ત્યારે ટીંબી ગામે ભાડા ચોકડીએ પહોંચતા નાગેશ્રી તરફથી આવતી ઈકો કાર જી.જે. 32 એ.એ. 0530 ના ચાલક ઉનાના નાથડ ગામના અક્ષય ભુપતભાઈ ગૌસ્વામીએ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી છકડો રીક્ષા સાથે અથડાવી રીક્ષામાં બેઠેલાઓને તેમજ ચાલકને ઈજાઓ કરી ભાવનાબેન ભુપતભાઈ સાંખટને જમણા હાથના બાવડામાં ફેકચર કર્યાની નાગેશ્રી પોલિસ મથકમાં ફરિયાદ