શ્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતમાંથી લોકસભા લડે તેવી ચર્ચા

અમરેલી,
આવનાર લોકસભાના 2024ના જંગમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજયસભામાંથી ચૂંટાયેલા સાંસદ-મંત્રીશ્રીઓને ચૂંટણી લડાવે તો શ્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતમાંથી લોકસભા લડે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.દરેક ક્ષેત્રમાં વિપક્ષી મોરચાને મહાત કરવામાં માહેર એવા શ્રી નરેન્દ્ર મોદી હવે થોડા સમયમાં જ લોકસભાનો જંગ આવી રહયો હોય તેેમા પોતાના રાજયસભામાંથી ચૂંટાયેલા અને કેન્દ્ર સરકારના તમામ કેન્દ્રીય મંત્રીઓએ લોકસભા લડાવે તેવી અટકળો શરૂ થઇ છે.રાજકીય રીતે અનેક મહારથીઓ શુ થવાનુ છે તેની આગાહી કરતા આવ્યા છે અને કરી રહયા છે પણ લોકોનેનાડ પારખવામાં કુશળ એવા શ્રી નરેન્દ્ર મોદી કયારે કેવો અને શું નિર્ણય કરે તેની કોઇ આગાહી કરી શકતું નથી તેવા સમયે અચાનક નવી ચર્ચા સામે આવી છે.2024ની લોકસભાની કઇ બેઠકો માટે કોણ ઉમેદવાર હશેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાલમાં નવી જ ચર્ચા આવી છે કે જો ભાજપ શ્રી પરશોત્તમ રૂપાલા પાસે ઉમેદવારી કરાવે તો શ્રી રૂપાલા ગુજરાતમાંથી જ લડશે તે નકકી છે પણ તે કઇ બેઠક ઉપરથી લડશેની નવી અટકળો શરૂ થઇ