જસવંતગઢ ગામમાં છેતરપીંડીના બનાવમાં એલસીબીએ બે આરોપીઓને ઝડપી લીધા

અમરેલી,
અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે લીલીબેન માધાભાઈ પોકીંયાના ઘરે બે અજાણ્યા શખ્સોએ સોનું ઉજાળી આપવાના બહાન સોનાના દાગીના ઉપરનું સોનું ઓગાળી વજન ઓછો કરી નાખી રૂ/-60 હજારનું સોનું ઉતારી લઈ છેતરપીંડી કરી નાસી ગયાની અમરેલી તાલુકા પ ોલિસ મથકમાં ફરિયાદ થતા રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલીના એલસીબી પી.આઈ. એ. એમ. પટેલ , એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ,ઘનશ્યામભાઈ મકવાણા , હે. કોન્સ. મનિષભાઈ જાની, કિશનભાઈ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ, તૃષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ,,રાહુલભાઈ ઢાપા દ્વારા સીસીટીવી કુટેજ મેળવીને ચોકકસ બાતમી તેમજ ટેકનીકલ સોર્સના આધારે મુળ બિહાર હાલ રાજકોટ રહેતા રવિન્દ્ર મનોજભાઈ યાદવ, મહમદ જુબેર મહમદ મકસુદ શેખને રોકડ રૂ/-8000 , સોનાની વીંટી 3 ગ્રામ રૂ/-15,000 એક યામાહા બાઈક જી.જે. 23 બી.એન. 5369 રૂ/-50,000 મળી કુલ રૂ/-73,000 ના મુદામાલ સાથે ઝડપી પાડયા