ધારીના જીરા અને અમરેલીમાં બેના કમોત

અમરેલી,
ધારી તાલુકાના જીરા ગામે રહેતા સંદિપભાઈ સાંગાભાઈ શેલાણા ઉ.વ. 29 છેલ્લા 10-12 વર્ષથી માનસિક બિમાર હોય. જેની દવા ચાલુ હોય જેથી માનસિક બિમારીના કારણે જીરા ગામની રાનેળાના કેડે આવેલ બટુકભાઈની વાડીએ કુવા પાસે જતા અકસ્માતે કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજયાનું ધીરૂભાઈ રત્નાભાઈ શેલાણાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં અમરેલી તાલુકાના ચિતલ રોડ ડેમના પાળા પાસે ખોડીયાર મંદિર તરફ આવેલ કુવામાં ભાવિનભાઈ નટવરલાલ વિરાસ ઉ.વ. 31 રહે. અમરેલી ચિતલ રોડ વેસ્ટર્ન પાર્ક શેરી નં. 6 છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બિમાર હોય. અને દવા શરૂ હોય. જેના કારણે પોતે કુવાના પાણીમાં પડી જઈ મૃત્યું નિપજયાનું નટવરલાલ રવજીભાઈ વીરાસે અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ