બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરા,
બાબરા પોલીસ લાઇન ના નવા આવાસ યોજના હેઠળ બનેલા બિલ્ડીંગ નું આજે અમરેલી જિલ્લા ના લોકો પ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે 16 બ્લોક નુલોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાબરા ખાતે પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સાંજે પાંચ વાગ્યા નવા બનેલા બિલ્ડીંગ નું આજે ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે 16 બ્લોક નુલોકાર્પણ કરવામાં આવ્યું હતું 16 પોલીસ પરીવાર ને આ આવાસમાં લાભ મલશે આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા જીલ્લા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ સુતરીયા જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઇ કરકર નિતિનભાઈ રાઠોડ સહિત બાબરા પોલીસ સ્ટેશન ના પીઆઇ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા