ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા,
સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે જેમાં અમરેલી જીલ્લાના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હસ્તકના રોડ રસ્તાઓ જેમ કે સાવરકુંડલા તાલુકાના થોરડી-ખાંભા રોડ હાલ અતી ખરાબ થયેલ છે જેની મુદ્દત પૂર્ણ થયેલ હોય તેથી આ રોડને રી કાર્પેટ કરવો ખુબજ આવશ્યક છે તેમજ અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં બાયપાસ બનેલ છે આ બાયપાસ ઉપર રેલિંગ ન હોવાના કારણે અકસ્માત થવાનો સંભવ રહેલ છે જ્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને ધારાસભ્ય મહેશ કસવાલા રાજુલા બાયપાસ પરથી પસાર થયા ત્યારે અહેસાસ થયો કે આવો ગંભીર રેલીંગ વગરનો બાયપાસ ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલાં બજેટમાં આ રોડનો સમાવેશ થઈ જાય તો ગંભીર પ્રશ્નનું નિવારણ આવી જાય જ્યારે રાજુલા તાલુકાના કાતર કોટડી – આગરીયા રોડ બિસ્માર હાલતમાં હોય વાહન વ્યવહારોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી, આ રોડને જરૂરી નવિનીકરણ કરવાની ખાસ આવશ્યકતા જણાય છે. ઉપરોકત રોડનું આધુનિકરણ કરવા માટેની ખાસ જરૂરીયાત હોય આવતા નાણાકિય બજેટમાં જોગવાઈ કરી સત્વરે મંજુર કરાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રાજુલા ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ ભલામણ પત્ર મોકલ્યો છે જે આગામી નાણાકિય વર્ષ 2024/25ના બજેટમાં સમાવેશ કરી તાત્કાલીક મંજુરી આપવા વિનંતી કસવાળાએ કરી છે તેવું સત્વ ’’અટલધારા’’ કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું