સાવરકુંડલાના ઘાંડલા ગામે રૂ.48 લાખના વિકાસ કામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા ગ્રામ જનોની મહેસૂલી સુવિધાઓ સરળ રીતે મળી શકે તેવા શુભ આશયથી રૂ. ૧૭ લાખનાં રકમ સાથે મંજૂર કરાવેલ ગ્રામ સચિવાલય (ગ્રામ પંચાયત) બિલ્ડીંગનુ પણ લોકાર્પણ કર્યુ હતું