વડિયા સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે ગાયનું મારણ કર્યું

વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાની પશુઓની અવર જવર વધી રહી છે ત્યારે અનેકવાર ફોરેસ્ટ વિભાગને લેખીત રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ ફોરેસ્ટ વિભાગ કશું ઉકાળી શકી નથી થોડા દિવસો પહેલા એક દિપડાએ મારણ કર્યું હતું અને આજે સિંહણ ધોળા દિવસે લોકોની હાજરીમાં ગય પર હુમલો કર્યો અને લોકો પડકાર કરતા ત્યાં પહોંચ્યા હતા બાદમાં સિંહણ પણ ભાગવા લાગી હતી પણ ગામનું તો મારણ કરી જ નાખ્યું વિગત અનુસાર વડિયા ના રહેવાસી ભરતભાઇ ભીમભાઇ રાઠોડ ની ગાય ચરવા માટે ગય હતી અને રસ્તા પર સિંહણ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું જેકે આજુબાજુ ના વાડી માલીકો ના જણાવ્યા અનુસાર અમો જોઈએ એમ સામેથી સિંહણે દોટ મૂકી સિધો જ ગાય ઉપર હુમલો કર્યો અમે બધા દોડી દોડી ને ગયા તો સિંહણ ભાગી ગય હતી તો બિજી તરફ વડિયા સરપંચ મનિષભાઇ ઢોલરીયા એ વહેલી સવારે પાંચ વાગ્યે આજ સિંહણ ને જોઈ હતી બાદમાં સરપંચે ફોરેસ્ટ વિભાગને ટેલીફોનીક જાણ કરી હતી કે વડિયા પંથકમાં સિંહણ આંટા ફેરા મારી રહી છે એક તરફ શિયાળું પાક લેવા માટે ખેડૂતો દિવસ ભર ખેતરોમાં આંટા ફેરા મારી રહ્યા હોય ત્યારે આવા જંગલી રાની પશુઓની ની પણ ખુબજ બીક લાગતી હોય છે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી વડિયા પંથકમાં આ સિંહ પરિવાર આંખો રહેછે તાજેતરમાં જ વડિયા સરપંચ દ્વારા સરકારમાં લેખીત રજુઆત કરી છે કે વડિયા શહેરમાં કાયમી ધોરણે ફોરેસ્ટ ઓફિસર આપો વડિયા પંથકમાં સિંહ દિપડા સહિતના રાની પશુઓની વસવાટ કરે છે