રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

બગસરા,
બગસરામાં દવાઓનો આડેધડ નિકાલ કરવામાં આવતા આવી નકામી થયેલી દવા નાખી દેતા આ દવા બે છોકરીઓ દ્વારા આરોગ્ય લેતા દવાખાનામાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. વિગત અનુસાર બગસરામાં મેડિકલ સ્ટોર ધારકો તેમજ લોકો દ્વારા પણ પોતાના ઘરમાં નકામી પડી રહેલી દવાઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ તેના કેવા પરિણામો આવી શકે તે બાબતથી સૌ કોઈ અજાણ હોય છે. આજે આવી જ ઘટના બગસરામાં બની હતી જેમાં બાળ મંદિર વિસ્તાર નજીક કોઈ વ્યક્તિ દ્વારા નકામી થઈ ગયેલી એલોપેથી ની દવા કચરામાં ફેંકી દેવામાં આવેલી હતી જેને તે વિસ્તારમાં રહેતી આરુષિ ધર્મેન્દ્રભાઈ પાણીપુરી વાળા ઉ.વ. 7 તથા રિદ્ધિ કાનજીભાઈ ચૌહાણ ઉં. વ.7 રમતા રમતા આરોગી લીધી હતી જેને લીધે થોડીક વારમાં જ બંનેની તબિયત લથડતાં તુરંત સારવાર અર્થે બગસરાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતી. આમ લોકો દ્વારા કરવામાં આવેલી બેદરકારીનો ભોગ બે બાળાઓ બની