જાફરાબાદમાં હિરાભાઇ સોલંકીએ દરિયાનાં બેટ તરફ મેદાનની કામગીરીઓ શરૂ કરાવી

જાફરાબાદમાં હિરાભાઇ સોલંકીએ દરિયાનાં બેટ તરફ મેદાનની કામગીરીઓ શરૂ કરાવી

રાજુલા,

જાફરાબાદ તાલુકો મચ્છી અને ઔદ્યોગિક ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે આગળ છે પરંતુ જાફરાબાદ શહેર સૌથી નાનો તાલુકો છે અહીંયા વિદ્યાર્થીઓને રમવા માટે એક પણ મેદાન ન હતું જ્યારે વિદ્યાર્થીઓ નર્મદા કંપનીમાં ક્રિકેટ રમવા જતા ત્યાં બંધ થઈ ગયું હાઈસ્કૂલમાં જતા પણ શાળાએ બંધ કરી દીધું હવે ઠીક મીતીયાળા ના ખારા માં રમવા જતા હતા ત્યાં પણ મીતીયાળાના ગામ ના લોકોના બોલતા જેથી ક્રિકેટ પ્રેમીઓ ભારે દુ:ખી હતા. હવે રમવા ક્યાં જવું કોને રજૂઆત કરવી સરકારને રજૂઆત પાંચ વર્ષથી કરતા પણ થાકી ગયા કોઈ જમીન આપતું નથી આ પ્રશ્ન હીરાભાઈ સોલંકી પણ ખૂબ જ પ્રયત્ન કરતા હતા પરંતુ મેદાન મળતું ન હતું આખરે હીરાભાઈ અને ચેતનભાઇ શિયાળ તથા ની ટીમ તથા યોગ્ય પ્રયત્ન કરી દરિયાની ખાડી જાફરાબાદ નજીક હતી ત્યાં પોતાના જેસીબીઓ લગાવ્યા ટ્રક લગાવી અને પાંચ કિલોમીટર રેન્જમાં આધુનિક ટાઈપનું મેદાન રમવા માટે કામગીરી શરૂ કરી દીધી આ કામગીરી શરૂ થતા જાફરાબાદમાં ખૂબ જ ક્રિકેટ પ્રેમીઓ હશે જોવા મળતો હતો મળતો હતો દર વર્ષે વગર પ્રેક્ટિસ વિદ્યાર્થીઓ રમવા જતા અહીં નર્મદાના ગ્રાઉન્ડમાં તો 30 30 ટીમો ભાગ લેતી ખુદ આયોજન પણ હીરાભાઈ જ કરતા જાફરાબાદ ક્રિકેટનું શોખીન છે અને એવી હીરાભાઈ પણ ખેલાડીની જેમ રમતગમત રમવામાં શોખીન છે પરંતુ ખાટલે મોટી ખોટ હતી કે મેદાન માટે કોઈક પાસે લબડવા જવું પડે આ રજૂઆત હીરાભાઈ ને મળી હીરાભાઈ સોલંકી ક્રિકેટની મોટી મોટી હરીફાઈઓ રાખે છે જેમાં ખેલાડીઓને મોટર સાયકલો વીટીઓ તમામ પૂરી પાડતા હતા પણ હીરાભાઈ કહે ત્યારે જ નર્મદાનું મેદાનમાં આઠ દી રમવા દેતા જેથી હવે જ્યાં હારીફ આવ્યો પૂર્ણ થતી હવે તો આજે હીરાભાઈ તૈયાર કરી રહ્યા છે તેમાં જાફરાબાદના ખેલાડીઓ આ મેદાનમાં ક્રિકેટ પ્રેક્ટિસ પણ કરી શકશે વોલીબોલ પણ રમી શકશે હોકી પણ રમી શકશે દોડ હરીફાઈ પણ રમી શકશે અને જિલ્લા કક્ષાનો રમતગમત મહોત્સવ યોજવો હોય તો પણ આ મેદાન ખૂબ ઉપયોગી થશે. આ કામગીરીને જાફરાબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી હર્ષદભાઈ મહેતા બોટ એસોસિયેશનના પ્રમુખશ્રી કનૈયાલાલ વેપારી અગ્રણીએ શ્રી જયેશભાઈ તથા ખારવા સમાજના પટેલ શ્રી રામભાઈ નગરપાલિકાના સદસ્ય થૈ એમ સિદ્ધુભાઈ તથા નગરપાલિકા વગેરે હીરાભાઈ સોલંકી ટીંબી યાર્ડના પ્રમુખ ચેતનભાઇ શિયાળ અને તેમની ટીમને રમત પ્રેમીઓ અને આગેવાનો અભિનંદન પાઠવ્યા ટીંબી યાર્ડના પ્રમુખ ચેતનભાઇ શિયાળે જણાવ્યું કે એકાદ માસમાં આ કામગીરી પૂર્ણ થશે ખાડીનું પાણી દૂર કરવું માટી દૂર કરવી પછી કાશી કાંકરી પાથરવી વગેરે કામ ખૂબ કઠિન છે.