જિલ્લામાં ડ્રગ્સના કારોબારમાં ફસાયેલ 71 લોકોને માર્ગદર્શન અપાયું

જિલ્લામાં ડ્રગ્સના કારોબારમાં ફસાયેલ 71 લોકોને માર્ગદર્શન અપાયું

અમરેલી,
નશાના કારોબારને નાથવા માટે નશીલી વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલ લોકોનું કાઉન્સેલીંગ કરી ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં એન.ડી.પી.એસ.નાં ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ઉપર આરોપીઓનાં સર્વેલન્સ અંગે મેન્ટોરની નિમણૂંક કરી આરોપીઓની માહિતી એકત્રીત કરવા અને નાર્કોટીકસ પદાર્થનાં દૂરઉપયોગ અંગે માર્ગદર્શનઆપવા જણાવવામાં આવેલ જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી એસ.ઓ.જી.શાખા અમરેલી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ દ્વારા. એન. ડી.પી. એસ. ગુન્હામાં પકડાયેલઆરોપીઓ દીઠ મેન્ટોરની નિમણૂંક કરી એસ.ઓ.જી.ટીમ દ્વારા અમરેલી જિલ્લા ખાતે રહેતા.એન.ડી.પી.એસ.એક્હેઠળનીગુન્હાકીયપ્રવૃતિમાં સંડોવાયેલ કુલ 71 આરોપીઓનાં ડોઝીયર્સ ભરવામાં આવેલ.આ ઉપરાંત આ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોને પોલીસ હેડ ક્વાટર્સ ડી.ટી.સી.સેન્ટર ખાતે એકત્રીત કરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી એસ.ઓ.જી.શાખા અમરેલીનાઓ દ્વારા નાર્કોટીક્સના પદાર્થ-કેફી ઔષધો- મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને આ માદક પદાર્થોનું સેવન કરવાથી થતા નૂકશાન અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપી ગુજરાત રાજ્યને તથા સમગ્ર અમરેલી જિલ્લાને નશા-મુક્ત કરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ હાજર તમામ આરોપીઓને શપથ લેવડાવી આવી પ્રવૃતી ન કરવા અંગે સમજ આપવામાં આવેલ