બાબાપુર,વાંકિયા અને જાળિયાને સિટી સર્વેમાં સમાવેશ કરવા માંગ

બાબાપુર,વાંકિયા અને જાળિયાને સિટી સર્વેમાં સમાવેશ કરવા માંગ

અમરેલી,

અમરેલી તાલુકાના ફક્ત ત્રણ ગામોને બાબાપુર,વાંકિયા અને જાળિયા ગામોને સિટી સર્વે ઓફિસ-બગસરા લાગુ પડે છે.જે ગામો અમરેલી તાલુકામાં આવતાં હોય તથા બગસરા ઓફિસ ઉપરોક્ત ગામોથી દૂર થતી હોય તેમજ સિટી સર્વેને લગતી બાકી તમામ કામગીરી અમરેલી સિટી સર્વે ઓફિસ ખાતે થતી હોય તેમજ ઉપરોકત ગામોને અમરેલી નજીક થતું હોય અને સમય અને નાણાંનો બચાવ થતો હોય અને એકજ કચેરી ખાતે તમામ કામગીરી સરળ રીતે થઈ શકે તેમ હોય આથી બાબાપુર,વાંકિયા અને જાળિયા ગામોને સિટી સર્વે ઓફિસ- અમરેલી માં સમાવેશ કરાવવા ની રાજુઆત અમરેલી જિલ્લા ભાજપ ના હિરેન યાદવે કરી હતી.