અમરેલી એસડી કોટક લો કોલેજની વિદ્યાર્થીનીએ ઉંચા કુદકાની સ્પર્ધામાં તૃતિય આવી મેડલ મેળવ્યો

અમરેલી એસડી કોટક લો કોલેજની વિદ્યાર્થીનીએ ઉંચા કુદકાની સ્પર્ધામાં તૃતિય આવી મેડલ મેળવ્યો

અમરેલી,

સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ શારીરીક શિક્ષણ વિભાગ ઉપક્રમે આયોજીત આંતરકોલેજ રમત ગમત સ્પર્ધામાં એથલેટીક વુમન્સ વિભાગમાં ઉંચો કુદકો સ્પર્ધામાં એસ.ડીે. કોટક લો કોલેજ અમરેલી એલ.એલ.બી. સેમ-2 માં અભ્યાસ કરતી કું. રંગપરા કિંજલ ઘનશ્યામભાઈએ યુનિ. કક્ષાએ તૃતિય સ્થાન તેમજ મેડલ પ્રાપ્ત કરી રાજય તથા જીલ્લા અને કોલેજનું નામ રોશન કરેલ છે. સંસ્થા મેનેજમેન્ટ દ્વારા પુરૂ પાડવામાં આવેલ પ્લેટફોર્મ અને સ્ટાફના સહીયારા પ્રયાસથી યુનિ. કક્ષાએ ઝળહળતી સફળતા મેળવી છે. તેમજ આવતા સમયમાં આંતર યુનિ. કક્ષાએ કોલેજનો પ્રતિનિધિત્વ કરશે. તે બદલ સંસ્થાના આચાર્ય ડો. જયોત્સનાબેન વી. ભગત , ચેરમેન ડો. જીણાભાઈ પી. ખેનીએ બિરદાવેલ