બગસરામાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 250 થી વધુ અરજદારોએ લાભ લીધો

બગસરામાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 250 થી વધુ અરજદારોએ લાભ લીધો

બગસરામાં બગસરા શહેર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બગસરા નવી નગરપાલિકા કચેરી ખાતે સવારના 9 થી બપોરના બે કલાક સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આવકના દાખલા જાતિ ડોમી સેલ દાખલા રેશનકાર્ડ આધારકાર્ડ અમૃતમ યોજના કાર્ડ વિધવા સહાય બેંક ખાતા સહિતના પ્રશ્નો નો નિકાલ અઢીસો જેટલા અરજદારોએ આ સેવા સેતુ નો લાભ લીધો હતો જેમાં બગસરા શહેરના વોર્ડ નંબર 1 થી 7 ના અરજદારોએ આ સેવા સેતુ નો લાભ લીધો હતો અને સ્થળ પર જ તમામ અરજદારોનો અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં પાલિકાના પ્રમુખ જોસના બેન રીબડીયા ઉપપ્રમુખ ભાવનાબેન સોનગરા ચીફ ઓફિસર જે જે ચૌહાણ સાહેબ તથા સામાજિક કાર્યકર્તા એવી રીબડીયા મામલતદાર આરપી કાકલોતર દ્વારા જેહમત ઉઠાવી અને આ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો આ કાર્યક્રમમાં જંગલ ખાતા વિભાગના તથા પોલીસ વિભાગના કોઈ હાજર રહ્યા ન હતા અને તે ટેબલ ખાલી હતા