હોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત

હોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત

અમરેલી હોટેલમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેરક્રાઈમબ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલ હોટેલ ધારક જ ક્રાઈમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી જિલ્લાની તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસ ખાતે આવતા પ્રાંતરાજ્યદેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિક અથવા સંચાલકે અવશ્ય કરવાની રહેશે. સોફ્ટવેરમાં ડેટા કરવા માટે અમરેલી જિલ્લા સેવા સદનબહુમાળી ભવનએ-બ્લોકપ્રથમ માળ રુમ નંબર-૧૦૨એસ.ઓ.જી. શાખાજિલ્લા આયોજન કચેરી સામે,  રાજમહેલ કંપાઉન્ડઅમરેલી પિન ૩૬૫૬૦૧ ખાતેથી હોટલ સંચાલકમાલિકે હોટેલની વિગતો રજૂ કરી યુઝર આઈડી-પાસવર્ડ દિન-૧૦માં મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું તા.૧૯ ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ધ ઇન્ડિયન પીનલ કોડ કલમ-૧૮૮ અંતર્ગત સજાને પાત્ર થશે.