બાબરા તાલુકાના અમરાપરા ગામે રૂ. 10 લાખના ખર્ચે વિકાસના કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

બાબરા તાલુકાના અમરાપરા ખાતે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે અલગ અલગ યોજનાઓ અંતર્ગત રૂ . 10 લાખના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડ, બ્લોક રોડ તેમજ ભૂગર્ભ ગટર લાઇન નું ખાત મુહૂર્ત કરવામા આવેલ હતું આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નીતિનભાઈ રાઠોડ, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરિયા, સરપંચ અશોકભાઈ, ઉપસરપંચ શિવરાજભાઈ વાળા, સુરેશભાઈ ધાખડા, માનસિંગભાઈ રાજપૂત, મહેશભાઈ ચાવડા, દિલીપભાઈ ચૌહાણ, ભરતભાઈ ભારદિયા, ચેતનદાદા જોશી, રઘુભાઈ જોગરાણા સહિત ના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ કામ ચોકસાઈ પૂર્વક અને પારદર્શિતાથી થાય તે જોવા અને તકેદારી રાખવા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતુ.