અમરેલીમાં રેન્જની ક્રાઇમ કોન્ફરન્સ યોજતા શ્રી ગૌતમ પરમાર

અમરેલી,
અમરેલીમાં ભાવનગર રેન્જની ક્રાઇમ કોન્ફરન્સ રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા યોજાઇ હતી જેમાં અમરેલીના એસપીશ્રી હીમકરસિંહએ ભાવનગર,બોટાદ જિલ્લાના એસપીશ્રીઓનું સ્વાગત કર્યુ હતુ.રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા ત્રણેય જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાઓ કરી અને ભાવનગર રેન્જના તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં અમરેલીના એસપી શ્રી હિમકરસિંહ ભાવનગરના એસપીશ્રી ડૉ. હર્ષદ પટેલ, બોટાદના એસપીશ્રી કિશોર બરોલિયા, ડીવાયએસપીઓ સર્વ શ્રી જે.પી.ભંડારી ડીવાયએસપી અમરેલી, એચ.બી.વોરા ડીવાયએસપી સાવરકુંડલા, એ.જી.ગોહિલ ડીવાયએસપી અમરેલી, મહશ્રી રાવલ ડીવાયએસપી બોટાદ, એમ.બી.દેસાઇ પ્રો.ડીવાયએસપી બોટાદ, એન.વી.આહિર પ્રો.ડીવાયએસપી બોટાદ, વી.આર.ચંદન પ્રો.ડીવાયએસપી ભાવનગર, જે.એચ.સરવૈયા ડીવાયએસપી મહુવા, આર.વી.ડામોર ડીવાયએસપી ભાવનગર, આર.આર.સીંઘવી ડીવાયએસપી ભાવનગર, મિહીર બારીયા ડીવાયએસપી ભાવનગર સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.