ભાણવડમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમરેલીની ટીમનો વિજય

અમરેલી,

જામનગર જીલ્લાના ભાણવડ ખાતે યાજાયેલ એમસીસી અન્ડર સેવન્ટીન વ્હાઈટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની બાર ધરખમ ટીમને સીધા મૂળબલામાં હરાવી અમરેલીની સમર્થ કેટ એકેડમીએ ઈતિહાસ સર્જી દીધો છે.રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ જેવા શહેરોની ઢીમને નોકઆઉટ મુકાબલામાં અમરેલીએ પરાસ્ત કરી ફાઈનલ મેચ જીતી લીધી છે.સેમિફાઈનલમાં મોરબીની ટીમને અને ફાઈનલમાં દ્વારકાની મજબુત અને કપની દાવેદાર ટીમને સાવ સરળતાથી હરાવી સમર્થએકેડમીના યુવા ક્રિકેટરોએ જીતનો પરચમ લહેરાવી દીધો હતો.સમર્થ ક્રિકેટ ક્લબને સતત પ્રોત્સાહન આપતા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી પી.પી. સોજીત્રા, યુવા મેમ્બર શૈલેષ સંઘાણી, અર્જુન સોજીત્રા અને ખાસ કરીને દાદા બાપુ ચિસ્તીના સતત માર્ગદર્શન અને પ્રયાસના કારણે સમર્થ ક્રિકેટ એકેડમી આટલી મોટી ટુર્નામેન્ટ સહેલાઈથી જીતી શકી છે.ટીમના કોચ મયુર ગોરખિયા અને તેમના સપોટીંગ સ્ટાફ દ્વારા દરેક ખેલાડીને યોગ્ય માર્ગદર્શન આપી ટીમને વિજય તરફ લઈ જવામાં અગ્રભાગ ભજવ્યો છે. તેમ શ્રી મનિષ સિધ્ધપરાએ જણાવ્યું