જુનાગઢમાં મોબાઇલ મળી આવતા પરત કર્યો

જુનાગઢ,

જુનાગઢ એ ડિવિઝન પી.આઈ .શ્રી સાવજની સુચના મુજબ કોઈ પણ વ્યકિતની ચીજવસ્તુ ગુમ બાબતે અસરકારક અને તાત્કાલિક કામગીરી કરવા પી.એસ.આઈ. આર.પી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હે. કોન્સ. એસ.બી. રાઠોડ અને નિલેશ એમ. ચોૈહાણે અરજદાર જાવીદભાઈ જાફરભાઈ મકરાણી રહે. જુનાગઢવાળાનો ઓપો કંપનીનો રૂ/-19,000 ની કિંમતનો મોબાઈલ ગુમ થયેલ હોય. જે ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ કરી મોબાઈલ ફોન મળી આવતા બીલની ખરાઈ મુળ માલિકને પરત આપી એ ડિવિઝન પોલિસે ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું