ટીંબી ચેકપોસ્ટ પર પીએસઆઈ શ્રી પલાસ દ્વારા કડક ચેકીંગ

ટીંબી,

અમરેલીના એસ.પી. હિમકરસિંહ દ્વારા અપાયેલ સુચના અને માર્ગદર્શન મુજબ ટીંબી ચેકપોસ્ટ નાગેશ્રીનાપી.એસ.આઈ.શ્રીપલાસ અને પોલિસ ટીમ દ્વારા નાતાલ અને થર્ટીફસ્ટની ઉજવણીમાં દિવ તરફથી આવતા જતા વાહનોનું કડક ચેકીંગ શરૂ કરવામાં આવતા જ અસામાજીક પ્રવૃતિ કરવાવાળા ભુર્ગભમાં ઉતરી ેગયા છે. દેશી દારૂના ભાવ એક દિવસમાં વધી જતા નશો કરવાવાળા આમથી તેમ દોડતા થઈ ગયા છે. જયારે આ વખતે કોઈપણ ચમરબંધીને નશો કરેલ હાલતમાં જોવા મળશે તો સીધો જ જેલની હવા ખાવાનો વારો આવશે. પોલિસે કડકાઈભરી લાલ આંખ કરતા સન્નાટો છવાઈ ગયો