સાવરકુંડલામાં મારામારીના કેસમાં આરોપીઓને દોઢ વર્ષની કેદ : 4 હજારનો દંડ

અમરેલી,

આજથી 20 વર્ષ પહેલા એટલે કે આ કામના આરોપીઓ કનુભાઈ રણછોડભાઈ રાઠોડ પિયુષભાઈ હીરાલાલ ચૌહાણ ધર્મેન્દ્ર હીરાલાલ ચૌહાણ નિર્મળાબેન વાઈફ ઓફ હીરાલાલ ચૌહાણ મીનાબેન વાઈફ ઓફ ધર્મેન્દ્ર ચૌહાણ વર્ષાબેન હીરાલાલ ચૌહાણ દ્વારા તારીખ 18. 4. 2004 ના રોજ સાંજના છ થી સાડા છ કલાક દરમિયાન મકાનના રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી કિરણબેન દોશીને ગાળો આપી તેમજ કિરણબેન દોશીદ્વારા મકાન ખાલી કરવા બાબતે 18 જેટલા કેસ તેમના વિરુદ્ધ કરેલા તે તમામ કેસ પાછા ખેંચી લેવા માટે ઢીકા પાટુ નો માર મારેલ તેમજ કનુભાઈ રાઠોડ અને પિયુષ ભાઈ હીરાલાલ ચૌહાણ દ્વારા લાકડાના સાંબેલા અને ધર્મેન્દ્ર હીરાલાલ ચૌહાણ દ્વારા લાકડી વડે માર મારી ફરિયાદી કિરણબેન ને ડાબા હાથે ફેક્ચર કરી મહાવ્યથા ઉપજાવેલ છે જે બાબતનો કેસ સાવરકુંડલા કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતા કલમ 452. 143. 147. 148. 323. 325 504. 506.2 તથા બીપી એક્ટ મુજબ 135 ના કલમ અન્વયે તમામ આરોપીઓને છ માસ અને એક વર્ષ એમ દોઢ વર્ષની સજા તેમજ રૂપિયા 1000 અને 3,000 એમ કુલ તમામ આરોપી અને 4,000 નો દંડ ફટકારવામાં આવેલ છે ત્યારે સરકારી વકીલ પીપી એચએમ ત્રિવેદીની ધારદાર દલીલો નામદાર કોર્ટે માન્ય રાખી હતી..આ કેસમાં કુલ સાત આરોપીઓ હતા જેમાં સાતમા આરોપી હીરાલાલ વશરામભાઈ ચૌહાણ અવસાન પામતા તેમના પર કાર્યવાહી બંધ રાખવામાં આવેલ