શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા દ્વારા સ્નેહમિલન અને જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો

બગસરા આયોજિત સ્નેહમિલન અને જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં નવા વર્ષના નવલા દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજના દરેક પરિવારને રૂબરૂ મળી અને એકબીજા સાથે નવા વિચારોથી નવા વર્ષની શરૂઆત કરવાની શુભકામનાઓ આપી હતી.શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા દ્વારા દર વર્ષે સ્નેહમિલન સાથે સમાજ ઉપયોગી માહિતીઓ રજૂ કરવામાં આવે છે તે જ પ્રમાણે ઔદિચ્ય બ્રહ્મ સમાજના કર્મકાંડી ભૂદેવો અને કારોબારી સભ્તો દ્વારા આ વર્ષે પણ ખુબ સરસ મજાની માહિતીઓ આપવામાં આવી હતી જેમાં શ્રી રાજેશભાઈ ઠાકર દ્વારા સોળ સંસ્કાર નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.  ત્યારબાદ કિશનભાઇ જોશી દ્વારા બ્રહ્મ કર્મ વિશે ખૂબ સુંદર માહિતી પિરસવામાં આવી હતી આ ઉપરાંત ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી મેહુલભાઈ ઠાકર દ્વારા પતિવ્રતા ધર્મ ઉપર ખૂબ ઉપયોગી માહિતી રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરાને અરવિંદભાઈ ત્રિવેદી અને ત્રિવેદી પરિવાર દ્વારા પોતાના માતૃશ્રીના નિધન પ્રસંગે દોઈતરને લાણા માં આપતી  વસ્તુ ના બદલે  પરિવાર અને સગા સંબંધી અને સ્નેહીઓ દ્વારા ૩૩ હજાર જેવી રકમ ઔદિચ્ય સમાજને અનુદાનિત કરવામાં આવી હતી જે સમાજના સભ્યો દ્વારા સહર્ષ વધાવી અને રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બગસરા માં વસતા ઔદિચ્ય સમાજના પરિવારોમાં દુઃખદ અવસાન પ્રસંગે શ્રી સમસ્ત ઔદિચ્ય સમાજ દ્વારા એક સમયનું ભોજન આપવાની સેવા દસ વર્ષથી કાર્યરત છે આ વ્યવસ્થા ને પ્રોત્સાહન અને વેગ મળે તેવા સુભાશય સાથે સ્વ.શ્રી વસંતભાઈ કાંતિભાઈ રાજ્યગુરુ ના પરિવાર દ્વારા દિશાંત પરેશભાઈ રાજ્યગુરૂ ના હસ્તે તારીખ 1/4/2023 થી તારીખ 31/3/2024 દરમિયાન જે પણ ભોજન નો ખર્ચ થયો હોય તે આપી અને આ સત્કાર્યને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા જેમને પણ આ સમાજ અને પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન  આપવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા ના પ્રમુખ શ્રી આશિષભાઈ ત્રિવેદી મંત્રી શ્રી દિવ્યેશભાઈ જોશી તેમજ ઉપ પ્રમુખ દીપકભાઈ ભટ્ટ ,ખજાનચી શ્રી સિધ્ધાર્થભાઈ જોશી,પંકજભાઈ પંડ્યા ,મયુરભાઈ પંડ્યા , વિશ્વાસભાઈ ઠાકર, જનકભાઈ ઠાકર ,જીતુભાઈ જોશી તેમજ આ કારોબારીના સભ્ય અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ જોશી તેમજ ઉપપ્રમુખ બકુલભાઈ દીક્ષિત ,બળવંતભાઈ જોશી,ઇશ્વરભાઇ દીક્ષિત વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગની અંદર સ્વાદિષ્ટ ભોજનની નિશુલ્ક સેવા શ્રી ભીખુભાઈ દીક્ષિત દ્વારા પૂરી પાડવામાં આવી હતી જે આશિષભાઈ ત્રિવેદી ની યાદી જણાવે છે