બાબરા તાલુકાના ત્રમ્બોડા ગામના છ વર્ષીય કિશોરીના હૃદયનું મફત સફળ ઓપરેશન

વર્તમાન સમયમાં નાની ઉંમરમાં હાર્ટ અટેક ના બનાવો વધી રહ્યા છે.ત્યારે બાબરા તાલુકાના ત્રમ્બોડા ગામમાં ઇલેક્ટ્રિશિયન નું કામ કરી ગુજરાન ચલાવતા પરિવારના છ વર્ષની  કિશોરીનું અચાનક ન્યુમોનિયા નો તાવ આવતા ધબકારા વધી જતા તપાસ કરાવતા હૃદય રોગ હોવાનું નિદાન થયું હતું. શાળા આરોગ્ય તપાસની દરમ્યાન આ  કેસ  સામે આવ્યો હતો. આ કિશોરીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું હતું. આ બાબતે  બાબરા તાલુકાના આરોગ્ય કચેરીના આરબીએસકે વિભાગના ડોક્ટર ને જાણ થતા તેઓને કિશોરીની આરોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે અમરેલી આરોગ્ય વિભાગ માંથી ખર્ચ ની મંજૂરી મેળવી સારવાર અંગે તેના વાલીને માર્ગદર્શન આપી તે જ દિવસે અમદાવાદ ની  ખ્યાતનામ યુ.એન. મહેતા  કાર્ડિયેક ઇન્સ્ટિટયૂટ ખાતે સારવાર માટે મોકલ્યા હતા. ત્યાં ઇમર્જન્સીમાં કાર્ડીયેક સર્જનોની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિથી તેના હૃદયનું જટિલ ઓપરેશન કરી તેને હૃદય રોગથી ભયમુક્ત જાહેર કર્યા હતા. હાલમાં તેની સ્થિતી સંપૂર્ણ નોર્મલ છે. સારવાર અંગે લાભાર્થીના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, સરકારના શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય  બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમની દીકરીની સારવાર તદ્દન ફ્રી અને ખૂબ સંતોષકારક રીતે થઈ છે. તેઓએ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રશ્મિકાંત જોષી, ડો.અલ્પેશ સાલવી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રાજુભાઈ સલખના, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.આર. આર. મકવાણા આર.બી.એસ.કે.  ની ટીમ ડો.ક્રિષ્નાબેન કોલડીયા, ડો.ધ્રુમન ગાંધી,  શ્રેયસભાઈ કુબાવત, કુસુમબેન રાઠોડ, એમ. કે.બગડા, બી.કે.શનિશ્વરા અને આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો