અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષભાઈ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ સેવા સહકારી મંડળીઓના સદસ્યોનો 15 દિવસીય ક્ષમતા વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરાયો

 આજરોજ ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ ન્યુ દિલ્હી એનસીયુઆઇના સહયોગથી અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા સેવા સહકારી મંડળીઓના સદસ્યોનો 15 દિવસીય ક્ષમતા વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરાયો. જેમાં અમરડેરી અમરેલી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી બાબુભાઈ હિરપરા, શ્રી ધીરુભાઈ વાળા ની ઉપસ્થિતિ રહ્યા હતા.  એકમ ની શરૂઆતમાં સૌપ્રથમ ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવનું પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને વિગતવાર માહિતી અમરેલી જિલ્લા સહકારી સંદીપભાઈ ઠાકર દ્વારા આપવામાં આવી ત્યારબાદ પ્રસંગોચિત વક્તવ્યમાં સૌપ્રથમ અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અમરેલીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ જણાવેલ કે ભારત સરકાર દ્વારા નવા સહકાર મંત્રાલયની રચના કરવામાં આવેલ છે અને તેનું સુકાન દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવેલ છે આગામી સમયમાં સહકારી મંડળીઓને અનેક નવી કામગીરી ભારત સરકાર દ્વારા સોંપવામાં આવનાર છે ત્યારે મંડળીઓના પ્રમુખ મંત્રીઓને આ દિશામાં સમય સાથે તાળ મેળવવા પોતાની જાતને આવી તાલીમ દ્વારા સતત કાર્યક્ષમ અને વિકસિત બનાવી પડશે. ત્યારબાદ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા જણાવેલ કે અમરેલી જિલ્લા સહકારી સંઘની છેલ્લા પાંચ વર્ષમાં શ્રી મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શન નીચે ખૂબ પ્રશંસનીય કામગીરી રહી છે તે બદલ તેઓએ શ્રી મનીષભાઈ સંઘાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શ્રી જેન્તીભાઈ પાનસુરીયા જણાવેલ કે આજના ઝડપથી બદલાતા સમયમાં સહકારી મંડળીઓના સંચાલકોએ પોતાની જાતને સતત અપડેટ રાખવી પડશે ટેકનોલોજીના આ યુગમાં હવે ઘણા બધા  મહત્વના ફેરફારો આવી રહ્યા છે  ત્યારે આવા તાલીમ વર્ગો આપણને સમયની ધારા સાથે તાલ મિલાવવામાં ખૂબ મદદરૂપ થનાર છે. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષભાઈ સંઘાણીએ જણાવેલ કે આત્માને પર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ભારત હવે આગામી સમયમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે  માં ભારતીને વિકાસના સર્વોચ્ચ શિખરે વિશ્વમાં સ્થાપિત કરવામાં દરેક ભારતીય નાગરિક અને સહકારિતામાં પડેલા દરેક વ્યક્તિએ પોતાની પોતાનાથી બનતું યોગદાન આપવું જ પડશે. તો જ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે તેઓ અમરેલી જિલ્લા સહકારી સંઘની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે શિક્ષણ તાલીમના કાર્યક્રમમાં નવી સહકારી મંડળીની નોંધણી કરી આપવી સહકારી સંસ્થાઓ માટે જરૂરી સાહિત્યનું વેચાણ વગેરેનો ઉલ્લેખ કરી તેનો લાભ ઉઠાવવા આ તકે સૌને અનુરોધ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ તારીખ ૨૮.૧૨.૨૦૨૩  થી ૧૧.૦૧.૨૦૨૪  સુધી અમરેલી ખાતે શ્રી ગાયત્રી મંદિર ચિતલ રોડ અમરેલીના સભાખંડમાં સંચાલિત  થનાર છે. આ સમગ્ર તાલીમ વર્ગને સફળ બનાવવા અમરેલી જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ભાર્ગવભાઈ ત્રિવેદી જિલ્લા  સહકારી સંઘના સી.ઈ.આઇ શ્રી સંદીપભાઈ ઠાકર  જહેમત ઉઠાવી રહ્યા છે.  સમગ્ર તાલીમ વર્ગને સફળ બનાવવામાં   અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક લી.,અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., ઇકો ક્રિપ્ટો નાબાર્ડના અધિકારી ગણ યોગદાન આપી રહ્યા છે. સમગ્ર તાલીમ કાર્યક્રમ અને ઉદઘાટન કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ અમરેલી જિલ્લા સહકારી સંઘના સીઆઇ શ્રી સંદીપભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી.