ધારીથી દલખાણીયાનો રસ્તો જંગલ કરતા પણ ખરાબ બન્યો : ગ્રામીણ જનતા ત્રાહિમામ

દલખાણીયા,

(યોગેશ સોલંકી)ધારીના ગીર કાંઠાના દલખાણીયા રોડની બિસ્માર હાલત બની છે. રોડમાં મોટા ગાબડા પડી જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધારીથી દલખાણીયા ગામનો રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. ખાડા ખવડા થઈ ગયા છે દલખાણીયા થી સેમરડી ગેટ સુધીનો રોડ સાવ એટલે સાવ છે બિસ્માર હાલતમાં છે ધારી થી સેમરડી નાકા સુધી બને તેવી માંગ દલખાણીયા ગામ લોકો ની માંગ ઉઠેલ છે. દલખાણીયા ધારીનાં છેવાડાનું ગામ છે. ત્યાંથી ગીરનું જંગલ લાગુ પડે છે. છેવાડાનું ગામ હોય તેને ધારાસભ્ય અને સંસદ સભ્ય ભુલી ગયા હોય તેમ કેટલા વર્ષોથી નવો રોડ બને તેવા પ્રયાસો કર્યા નથી. સેમરડી ચેકપોસ્ટથી જામવાળા સુધીનાં જંગલમાં હવે સિંહની વસ્તી નહીંવત હોવા છતા નેશનલ પાર્કનાં નામે 28 કીલોમીટરનો માર્ગ આજે પણ છોડવડીથી જામવાળા સુધી કાચો છે. એ તો સમજીયે પણ જંગલ બહારનાં રસ્તામાં કાર્યવાહી કેમ નથી કરાતી તે નવાઇની બાબત છે.