બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની કુંકાવાવ બ્રાંચમાં આપેલ ચેક રિટર્ન થતા 2 વર્ષની સજા

બગસરા,

આ કામ નાં ફરીયાદી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરા ની .મોટી કુંકાવાવ શાખા માંથી ચેક ધિરાણ લોન નાં ખાતાં નં.399 થી તા.05/06/2020 નાં રોજ રૂ.1,50,000/- ની લોન લીધેલ જે લોન પેટે મંડળી ની તમામ હપ્તા પેકીરૂ.1,77,624/- નો ચેક મહેશભાઈ રવજીભાઇ આંબલીયા રહે,બરવાળા બાવીશી,તા.વડીયા જી.અમરેલીવાળા એ તા.23/03/2023 નાં રોજ અમરેલી નાગરિક સહકારી બેંક લી.મોટી અમરેલી શાખા નો ચેક આપેલો જે ચેક ફરીયાદી ની મંડળી એ આરોપી નાં ખાતાં માં વટાવવા નાખતાં તા.27/03/2023 નાં રોજ પરત થતા ફરિયાદી ના મંડળીનાં વકીલ મારફત નોટીસ આપવા માં આવેલી જે નોટીસ મળી ગયેલ છતાં મંડળી ની રકમ આપેલ નહી જેથી વડીયા કોર્ટ માં ફોજદારી કેશ નં.219/ર0ર3 થી તા.15/05/2023 નાં રોજ ફરીયાદી ની મંડળી નાં મેનેજર આશષ કાંતિહ્યાઈ ખુંટ દ્રારા કેશ દાખલ કરેલ જે કેશ વડીયા કોર્ટ માં ચાલી જતા વડીયા નાં મહે. સાહેબ આર.આર.પરમાર એ ફરીયાદી નાં એડવોકેટ અશોક.એચ.પંડ્યા ની દલીલો માન્ય રાખી આરોપી મહેશભાઈ રવજીભાઇ આંબલીયા ને નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ ર વર્ષ ની સજા અને ફરીયાદી ને દાખલ તારીખ થી 9 ટકા નાં વ્યાજ સાથે ચુકવવા નો હુકમ તા.27/12/2023 નાં રોજ કરવા માં આવેલ