દામનગરમાં ઝડપાયેલા અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો

લાઠી,
લાઠીના દામનગરમાંથી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો ઇન્ચાર્જ મામલતદારે સીઝ કરેલ છે. દામનગરના ભાડાંના મકાનમાં અનાજનું આઇસર ઠલવાતા લાઠીના મામલતદારે રેઇડ કરી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો જેમાં 31 કટ્ટા 1550 કિલો ઘંઉ અને 100 કટ્ટા 5000 કિલો ચોખા મળી ઘંઉ, ચોખા અને આઇસર સહિત રૂા.588250નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ અંગે જણાવા મળતી વિગત અનુસાર ઘંઉ અને ચોખાનો જથ્થો આજુબાજુના ગામોમાંથી રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરી હોવાનું અનુમાન છે. ગેરકાયદેસર અનાજની હેરાફેરીનો પર્દાફાશ ઇન્ચાર્જ મામલતદાર વિજયભાઇ ડેરે કર્યો