અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા

અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા

જેમાં ખાસ કરીને જાન્યુઆરી થી નવેમ્બરમાં સુધી માં 408 જેટલી પ્રસુતિ 108 ના સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલ છે જે ખરેખર સરાહનીય કામગીરી છે.જિલ્લામાં વર્ષ દરમિયાન 36,373 કેસ આવ્યા, જેમાં સૌથી વધુ પ્રસૂતિના 17,760 કેસ ઈમરજન્સી વાહનોમાં નોંધાયાં તહેવારોના સમયગાળા દરમિયાન અકસ્માતો,દાઝી જવાના અને પટકાવાના કેસોમાં પણ વધારો નોંધાયો હતો અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીના 23 વાહનો, કોલ મળ્યાના માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં પહોંચી જઈ અનેક દર્દીઓના જીવ બચાવ્યા
બીમારી – કેસો ની સંખ્યા
પેટનો દુખાવો – 2828
એલર્જી રિએક્શન-48
વર્તભુક સમસ્યા-32
શ્વાસ સમસ્યા-i 1630
હાદયની સમસ્યા-1897
આંચકી-690
કોવિક- 05
ડાયાબિટીસ-355
પર્યાવરણ સંબંધિત – 08
તીવ્ર તાવ- 1518
અપ્રાપ્ય ઘટનાઓ- 33
પોઈઝનિંગ- 804
પ્રસૂતિ કેસો – 17760
તીવ્ર કૂપોષણ- 28
માહાનો દુખાવો-75
સ્ટ્રોક લકવો- 309
નો વ્હીકલ અક્સ્માત- 2790
વ્હીકલ અકસ્માત- 2902
અજાણી સમસ્યાઓ- 2661
કેસ- 36373
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ૧૦૮ ની સેવાઓ ઈમરજન્સીના સમયે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બને છે. ઈમરજન્સીમાં અનેક દર્દીઓને સમયસર સારવાર મળતાં જીવ બચી જાય છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ બીમારીઓમાં વધારો થવા ઉપરાંત અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરિણામે આ વર્ષે અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીને સેવાને કુલ 36,373 કેસ મળ્યા છે. જેમાં સૌથી વધુ પ્રસૃતિને લગતા 17,760 કેશ મળ્યા છે. જ્યારે આ વર્ષે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા હોય જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 1897 કેસ મળ્યા છે. અમરેલી જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ઈમરજન્સી ૧૦૮ને કુલ 36,373 કેસ મળ્યા છે. જિલ્લામાં હાલ દરેક તાલુકા મથકો ઉપરાંત અન્ય મોટા વિસ્તારોમાં મળી 23 જેટલી ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. તે ઉપરાંત અમરેલી જિલ્લામાં એક બેક અપ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે છે. જિલ્લામાં વર્ષ દરમિયાન અકસ્માતો, પસૃતિ, હૃદય અને શ્વાસ સબંધિત કેસો સહિતના ઈમરજન્સી કેસોમાં ૧૦૮ ઝડપથી દોડી પહોંચી દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે. વર્ષ દરમિયાન જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીને પ્રસૃતિ સબંપિત સૌથી વધુ 17,760 કેસ મળ્યા છે. જેમાં ખાસ કરી ને ગ્રામ્ય કક્ષાએ અને છેવાડા ના માનવી સુધી આ સેવા સમયસર મળી રહે છે. જયારે છેલ્લા કેટલાક સમયથી હ્યદયને લગતી બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવાના અને અચાનક ઢળી પડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોય વર્ષ દરમિયાન હૃદય સબંધિત 1897 કેસ ૧૦૮ને મળ્યા છે. શ્વાસની સમસ્યાઓ ઉભી થઈ હોવાના પણ જિલ્લામાં 1630 જેટલા કેસ નોંધાયા છે કોવિડ-19 ના પાંચ જેટલા કેસ મળ્યા છે. આ જ રીતે વાહનોથી અકસ્માતોના 2902 કેસ મળ્યા છે જે પ્રતિદિન સરેરાશ સાત થી આઠ જેટલા થાય છે. સર્પદેશ અને દવાઓ પીવાના મળી પોઈઝનિંગના પણ 804 કેસ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧૦૮ને મળ્યા છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં પણ હાર્ટ એટેક આવવાના અનેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન પણ સરકારે જિલ્લા અનેક સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખી હતી. તેમજ અણધારી આફત જેમ કે વાવાઝોડા,તેમજ કોઈ પણ કટોકટી હોય ત્યારે ૧૦૮ની કામગીરી ઘણી વખત બિરદાવા લાયક બની હતી તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસોમાં 70 ટકા સુધીનો વધારો દિવાળીના તહેવારો સમયે વાહનોની દોડાદોડ વધી જાય છે પરિણામે અકસ્માતોના કેસોમાં વધારો થાય છે. આ ઉપરાંત દાઝી જવાના તેમજ મીઠાઈઓ સહિતની વસ્તુઓ આરોગવાથી વિવિધ બીમારીઓમાં વધારો થતાં કેસોમાં વધારો થાય છે. ફટાકડા ફોડવાથી દાઝી જવાના કેસો પણ આ સમયે સૌથી વધુ આવે છે. ઉત્તરાયણના સમયે ધાબા પરથી પટકાઈ જવાના તેમજ ગળામાં દોરી લપેટાઈ જવાથી ઈજાઓના બનાવોમાં વધારો થાય છે. હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન પણ ૧૦૮ના કેસોમાં વધારો થાય છે. તહેવારોના સમયગાળા દરમિયાન સામાન્ય દિવસો કરતાં ૪૦ થી ૭૦ ટકાનો કેસોમાં વધારો થતો હોય છે.આમ ગુજરાત સરકારની આ સેવા દ્વારા વર્ષ 2023 દરમિયાન અનેક અમૂલ્ય જિંદગીઓ બચાવી અને નવજીવન આપ્યું છે.