પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી.

પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી.

સાવરકુંડલા નગરપાલિકા કચેરી માં 104 સફાઈ કર્મચારીઓ કાયમી હતા જેમાંથી વયમર્યાદા થી નિવૃત અને અવસાન બાદ આજે માત્ર 6 કાયમી સફાઈ કર્મચારીઓ વધ્યા છે જ્યારે પાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમ મુજબ સફાઈ કર્મચારી ઓની ભરતી કરવામાં આવતી નથી સાવરકુંડલા શહેરમાં દર મહિને મકાનો, સોસાયટીઓ અને શહેર નો વ્યાપ વધતો જાય છે છતાં પણ પાલિકા તંત્ર દ્વારા નવા સફાઈ કામદાર રોજમદારો ની ભરતી કરવામાં આવતી નથી તેમજ સાવરકુંડલા નગરપાલિકા પાલિકા ના સતાધીશો દ્વારા કેન્દ્ર સરકાર ના રોજમદાર કર્મચારી ઓને રૂપિયા 461 ચૂકવવા નો પરીપત્ર હોવા છતાં પાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમનો અમલ કરવામાં આવતો નથી અને હાલ સફાઈ કર્મચારી રોજમદારો ને સાવ નહિવત વેતન આપવામાં આવી રહ્યુંછે તથા સફાઈ કામદાર ભાઈઓ બહેનો ને દર માસે અદલા બદલી કરવામાં આવી રહી છે એક માસ આટલા રોજમદારો તો બીજા તેમને ઉતારી બીજા રોજમદારો ને લેવામાં આવી રહ્યાછે જે સમગ્ર ગુજરાતમાં ફક્ત સાવરકુંડલા નગરપાલિકા માં જ ચાલી રહ્યુંછે સાવરકુંડલા નગરપાલિકામાં સિનિટેશન વિભાગ સિવાય ના તમામ વિભાગોમાં મોટી સંખ્યામાં અને ખોટા રોજમદારો ના નામો ચાલી રહ્યાછે જ્યારે સમગ્ર શહેરની વહેલી સવાર માં સફાઈ કરી રહેલા સેનેટેશન વિભાગ માં ગરીબ અને જરૂરીયાત મંદ રોજમદારો ને દર મહિને વારા કરવામાં આવે છે અને સફાઈ રોજમદારો ભરતી પણ કરવામાં આવતી નથી. ગત તારીખ 21/12ના રોજ પાલિકા પ્રમુખ અને ચીફઓફિસર ને શહેરના અગ્રણી જગદીશ ઠાકોર દ્વારા આવેદનપત્ર પાઠવી રોજમદારો ને કેન્દ્ર સરકાર ના પરીપત્ર મુજબ રૂપિયા 461 ચુકવવાની માંગ કરી હતી તથા તારીખ 01/01/2024 ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનકરવાની ચીમકી આપી હતી છતાં પણ પાલિકા સતાધીશો નું પેટ નું પાણી ન હલતા આજરોજ તારીખ 01/01થી સેનિટેશન વિભાગના રોજમદારો એ ઉપવાસ આંદોલન પાલિકા કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે