યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની શોભાયાત્રાનું આયોજન કરાયું

૨૨ જાન્યુઆરી ના રોજ રામ ભાગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે અયોધ્યાથી અક્ષત કળશ અમરેલી ખાતે આવેલો જેની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાઘ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ જેમાં આસોપાલવ સોસાયટી, વેસ્ટર્ન પાર્ક વગેરે સોસાયટી મા આ કાળાશ ફર્યો હતો. ત્યારે ઘરે ઘરે કળશનું સ્વાગત કરી વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે આ અક્ષત કળશ ને ગાયત્રી મંદીર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો જ્યાં કળશ ની યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા પૂજન અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી તુષારભાઈ જોષી, નગરપાલિકા નાં સદસ્ય શ્રી સુરેશભાઈ શેખાવા, શ્રી હીરેન ચાવડા, શ્રી બાબુભાઈ મહેતા, શ્રી ભાર્ગવ ત્રિવેદી, શ્રી દિલીપસિંહ ઠાકુર, શ્રી પ્રકાશ પરમાર, શ્રી જીજ્ઞેશ દાફડા વગેરે કાર્યકર્તા અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.