અમરેલીમાં સાંસદ શ્રી કાછડીયાના ઘર પાસે સિંહો આવી ચડયા

અમરેલી

શહેરના ચકકરગઢ રોડ ઉપર સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાના ઘર નજીક સિંહો આવી ચડયા હતા.અમરેલીમાં કાનાણીની વાડી પાસે સિંહોએ મારણ કર્યુ હોવાના સમાચાર મળતા શહેરમાં ઉતેજના ફેલાઇ હતી. અમરેલીના ચકકરગઢ રોડ ઉપર સિંહોના આગમનથી વનવિભાગ સતર્ક બન્યું હતુ અને જનાવરો ઉપર તંત્રની વોચ ગોઠવી દેવામાં આવી છે.અહીના આરએફઓ શ્રી ગલાણીએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ કે આમ જનતા સિંહોને ન છંછેડે અને તેનાથી ભય ન રાખી તકેદારી રાખે આ વિસ્તારમાં બે નર સિંહોના સગડ અમારા સ્ટાફને મળ્યા છે અને દેખરેખ રખાઇ રહી છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે, અમરેલીથી પાંચેક કીલોમીટર દુરથી સિંહોનીે અવરજવર વાળી શેત્રુજી નદી નિકળતી હોય તેમા વડી-ઠેબી ભળતી હોય ત્યાથી દેવળીયાના પાટીયા નજીકથી હાલના નવા યાર્ડ પાસે સિંહો અગાઉ પણ આવ્યા હતા તેમની અવર જવર અહી સહજ છે.