અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો

અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો

અમરેલી,
અમરેલી મજુર અદાલત દ્વારા અમરેલી યાર્ડમાં નોકરી કરતા કર્મચારી પંકજભાઇ નવનીતભાઇ મહેતા રહે.યોગીનગર લાઠી રોડવાળાને તા.15-6-21નાં સામાવાળાઓએ કોઇપણ જાતની ખાતાકીય તપાસ કર્યા વગર તેમજ કોઇ પણ જાતની સાંભળવાની તક આપ્યા વગર નોકરીમાંથી કાલથી આવતા નહીં તેમ કહીં ડીસમીસ કરેલ હતાં અને છુટા કરતી વખતે સામાવાળાઓએ અરજદારને કોઇપણ જાતનું છટણી વેતન આપેલ નથી.તેમજ છુટા કર્યા બાદ અરજદારે સામાવાળાઓને એકથી અનેક વખત કામ ઉપર લેવા અરજ કરેલ. પરંતુ ખોટા આશ્ર્વાસન આપી ખોટો સમય બગાડતા હોય જેથી અરજદારે અરજદાર તરફે એડવોકેટ વિવેક જે.રાજ્યગુરૂ દ્વારા અમરેલી મજુર અદાલતમાં પુન: સ્થાપિત થવા સારૂ રેફરન્સ કેસ દાખલ કરેલ અને અમરેલી જિલ્લાનાં મજુર અદાલતનાં મેજીસ્ટ્રેટ શ્રી જે.જે. આહુજા સમક્ષ કેસ ચાલી જતા અરજદારનાં એડવોકેટ શ્રી રાજ્યગુરૂનાં પુરાવા, રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી અરજદારની અરજી અંશત: મંજુર કરવાનો હુકમ કરેલ છે અને અરજદારને સંસ્થામાં જે કામગીરી કરતા હતાં તે જગ્યા પર અથવા તો ઇક્વીલેન્ટ પોસ્ટ પર કન્ટીન્યુટી ઓફ સર્વિસ ગણી તેજ જગ્યાએ પુન: સ્થાપિત કરવાનો હુકમ કરેલ છે અને અરજદારને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો