અમરેલી લોકસભા બેઠકમાં પ્રભારી તરીકે શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીની અત્યારથી જ પૂર્વ તૈયારી થઇ રહી છે. ચૂંટણી નજીકના દિવસોમાં હોવાથી ભાજપ દ્વારા પણ સંગઠન વેગવંતુ બનાવવા બેઠકોના ધમધમાટ સાથે પ્રદેશ ભાજપે ગુજરાતની તમામ લોકસભા બેઠકોમાં કલ્સટર પ્રભારીઓ તરીકે નિમણુકો કરી પક્ષમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નકકી થયાં મુજબ કચ્છ (અજા), બનાસકાંઠા, પાટણમાં ધારાસભ્યશ્રી અમિતભાઇ ઠાક્કરને તેમજ મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં રાટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઇ જેબલીયાને તેમજ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ર્ચિમ (અજા)માં પ્રદેશ સંયોજક રાષ્ટ્રીય અભિયાનના કે.સી. પટેલને તેમજ આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ (અજજા)ની જવાબદારી સાંસદશ્રી નરહરિભાઇ અમીનને તથા વડોદરા, છોટા ઉદેપુર(અજજા), ભરૂચની જવાબદારી પૂર્વમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને તેમજ સુરત, નવસારી, બારડોલી(અજજા)વલસાડમાં શ્રીમતિ ડો. જયોતિબેન પંડયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો અને જુનાગઢ અમરેલી,ભાવનગરમાં પ્રદેશ કૌરટીમના સદસ્ય અને પૂર્વમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તેમજ જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકોમાં પ્રદેશ કૌરટીમ સદસ્ય અને પૂર્વમંત્રીશ્રી આર.સી. ફળદુને જવાદારી સોંપવામાં આવી છે. પ્રભારીઓની નિમણુંકો થતા તેઓ તેમના કલ્સટરમાં કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવા મળ્યું