અમરેલીમાં ઘરફોડી-વાહન ચોરીમાં એકને ઝડપી લેતી એલસીબી

અમરેલી,
રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અનડિટેકટ ગુનાઓ ડીટેકટ કરવા અને આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપતા એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલ, પી.એસ.આઈ. એમ.બી. ગોહિલ. , એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, ભગવાનભાઈ ભીલ, હે.કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાચાણી તથા પો. કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા તા. 1-1-24 ના અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીયમ દરમ્યાન બાતમી તથા ટેકનીકલ સોર્સના આધારે શેડુભાર ગામ નજીકથી મુળ એમપીના હાલ શેડુભાર સીમમાં રહેતા રાકેશ રેમસિંહ મોહનીયાને પકડી પાડતા પુછપરછ દરમ્યાન પોતાના સાગરીતો સાથે મળી ચંદુભાઈ ભીખાભાઈ રાખોલીયા અમરેલી સંસ્કાર રેસીડેન્સીના મકાનમાં રોકડ અને સોનાના દાગીના મળી રૂ/.1 લાખની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ થયેલ.તથા અમરેલી કેરીયારોડ રૂપસાગર સોસાયટીમાં ચિંતનભાઈ યોગેશભાઈ વ્યાસનું હીરો પેસન એકસ પ્રો. જી.જે. 14 એ.સી. 5685 રૂ/.35 હજારની કિંમતનું તા. 25-12 ના રાત્રિના ઘર પાસે પાર્ક કરેલ બાઈક તેમજ નજીકમાં રહેતા રાજેન્દ્રકુમાર શશીકાંતભાઈ જોશીનું બાઈક જી.જે. 03 સી.કયુ.2791 રૂ/.25 હજારનું ચોરી થયાની અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પકડાયેલ આરોપી પાસેથી પોલિસે રોકડ રૂ/.2300 , એનડ્રોઈડ મોબાઈલ રૂ/.5000 તથા હીરો બાઈક જી.જે. 03 સી . કયુ . 2791 રૂ/. 25 ,000 ની કિંમતનું મળી કુલ રૂ/.32,300 નો મુદામાલ કબ્ઝે કરી આગળની કાર્યવાહી માટે અમરેલી રૂરલ પોલિસ મથકને સોંપી આપેલ