ફ્રીડમ ડે કેર સેન્ટર મુકામે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્ર્સ્ટ તથા હેલ્થી લાઇફ ફિજીયોથેરાપી નાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પ*   તા-07/01/2024 ને રવિવારના રોજ સવારે 10:00 થી 4:00 કલાકે ફ્રીડમ ડે કેર સેન્ટર પર કેમ્પનુ આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો. માસુમા મેમણ દ્વારા તેમની સેવાનો  લાભ આપ્યો હતો સંસ્થા પ્રમુખ શ્રી ભાવિન પરમાર તથા મંત્રી શ્રી હરીશભાઈ પરમાર દ્રારા ડો.માસુમ મેમણ ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવામાં તક્ષશીલા કોલેજ તથા સૂર્યોદય કોલેજના MSW ના વિદ્યાર્થીઓ કિશન પરમાર, ચાવડા જાનસી, મકવાણા સંગીતા, વર્ષા પરમાર, પારુલ પરમાર દ્વારા મહેનત કરવામાં આવી .કેમ્પના અંતે સંસ્થાના પ્રમુખ શ્રી ભાવિન પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો