કુંડલા-રાજુલા હાઇવેમાં આંબરડી નજીક સિંહ બેલડી આવી ચડ્યું

આંબરડી,

પીપાવાવ – અંબાજી નેશનલ હાઈવે પર સાવરકુંડલાના આંબરડી નજીક આવેલ ધાતરવડી નદીના કાંઠે થી એક સિંહ બેલડી ભર બપોરે રોડ ક્રોસ કરતા જોવા મળી હતી, સિંહ અને સિંહણ મેટીંગ સમય માં હોઈ મશગુલ હતા. રોડ ટચ એક ખેતરમાં આ સિંહ બેલડી રતી ક્રિડામા મશગુલ હતા એ દરમિયાન ત્યાંથી પસાર થતા નાના મોટા વાહનચાલકોએ પણ પોતાના વાહનમાં બેસીને સિંહ બેલડી ના આ મસ્તીભર્યા દ્રશ્યો માણ્યા હતા. જવલ્લે જ જોવા મળતા સિંહોના આવા દ્રશ્યો લોકોએ મન ભરીને માણ્યા હતા. જો કે આ સમય દરમિયાન સિંહ બેલડી ને નિહાળી રહેલ લોકોએ તેઓની રતિક્રીડામાં કોઈ ખલેલ ન પહોંચે તે રીતે શાંતિ પૂર્વક મન ભરીને નિહાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાવરકુંડલાના આંબરડી, આદસંગ, દેતડ, અભરામપરા, ખોડીયાણાના રેવન્યુ વિસ્તારમાં સિંહોને આ વિસ્તાર જાણે માફક આવી ગયો હોઈ તેમ સતત જોવા મળી રહ્યા