Homeઅમરેલીલોકસભાના જંગમાં પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા

લોકસભાના જંગમાં પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા

Published on

spot_img

અમરેલી,
બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી હાર્યા, પ્રજા હારી છે અમરેલી જિલ્લો હાર્યો છે, સરકારી ખર્ચે કાર્યક્રમો કરે છે પણ ગણ્યા-ગાઠા લોકો પણ સભામાં ભેગા થતાં નથી તે સરકારની નિષ્ફળતા છે, કોંગ્રેસની સરકાર ગામડાનાં સામાન્ય લોકોની ચિંતા કરતી હોય તેમ દાખલો આપી પુર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ની આજે પુણ્યતિથિ છે તેમણે મધ્યાહન ભોજન યોજના દાખલ કરી ગરીબ પરિવારોના બાળકોને ભળવા પ્રોત્સાહિત કર્યા હતાં.પુર્વ સાંસદ અને પુર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે લોકો ડર માંથી બહાર નિકળે, પંચાળ વિસ્તાર અને ગામડાઓના રસ્તાઓ માટે સતત ચિંતા કરી હતી તેવું વિરજીભાઇ બોલતા લોકોએ હાકલા-પડકારા સાથે વાતને સમર્થન આપ્યું હતુ. વિરજીભાઇએ જણાવ્યું હતું કે, મે મંજુર કરેલા રસ્તાનાં કામો આ સરકાર કરશે તો પણ બાબરાનો વિકાસ અનેરો હશે. બાબરા આજે આયુર્વેદિક નશીલા પીણાનું ગુજરાતમાં હબ બન્યું છે અને તેમાં ભાજપનાં આગેવાનો પાસા તળે પુરાયા છે. આવો કાર્યક્રમ હોવાના દિવસે પણ આજે નશીલા પદાર્થ પકડાયું છે તે ઉમદા ઉદાહરણ છે તેવો દાખલો આપી એક ઘાતકી રાજાએ પ્રજાને પાણી બંધ કર્યું ગટર બંધ કરી તો પણ કોઇ ફરીયાદ ન આવી છેવટે જંગલમાં જતાં-આવતાં લોકોને એક ધોકો મારવાનું ફરમાન છોડયું ત્યારે એક બુજુર્ગ વડીલે પેટીમાં ફરીયાદ નાખી રાજાએ દરબાર કરીને પેટી ખોલી તો ફરીયાદીએ ફરીયાદમાં એવું જણાવ્યું હતું કે, તમે એક ધોકો મારવાવાળો રાખ્યો છે તેનાં કારણે લાઇન લાંબી થાય છે. વહેલી સવારનાં 4 વાગ્યાં થી 8 વાગ્યા સુધી ઉભું રહેવું પડે છે તો ધોકા વાળાની સંખ્યા વધારો, એવી પરિસ્થિતિ ઉભી છે ડરથી પ્રજાને બહાર નિકળવા હાંકલ કરી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓની સલામતી જોખમાઇ છે સંસદમાં અનામત બિલ પસાર કર્યું છે પણ અમલવારી કયારે? તેવો પ્રશ્નાર્થ સાથે 35 વર્ષથી ગુજરાતની પ્રજા ભાજપને મત આપી સરકાર બેસાડી છે એ મારી બહેનોને 1200 નો બાટલો ખરીદવો પડે છે, રાજસ્થાનમાં 450 કર્યા છે તો ગુજરાતની બહેનોનો શું વાંક છે? તેવા વૈધક સવાલ કર્યાં હતાં.કાર્યકારી પ્રમુખ રૂત્વિકભાઇ મકવાણાએ મહાભારતનો દાખલો આપી પ્રજાને સહદેવ સાથે સરખાવી હતી પ્રજા જાણે છે બધું પણ ભીમ પુછે ત્યાં સુધી સહદેવ બોલશે નહી તેવી પરિસ્થિતિ પ્રજાની થઈ છે તેમ જણાવી પંચાળનાં ન્યાય માટે માત્ર બાબરા તાલુકાનાં પંચાળની નહી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા સાથે આખા પંચાળનો સ્નેહ કાર્યક્રમ યોજાઇ તે માટે સુચન કર્યું હતું.પ્રદેશ કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ ગાયત્રી બા વાઘેલા એ મહિલાઓને અનામત આપવાનું કામ રાજીવ ગાંધીએ કર્યું હતું અને શિક્ષણમાં લઈ જવાનું કામ પણ કોંગ્રેસ સરકારે કર્યું હતું હાલ શિક્ષણ ભાંગીને ભુકો થયું છે તે અંગે ભવિષ્યની ચિંતા કરી હતી. ઠાકરશીભાઇ મેતલીયાએ સવારમાં ઉઠીને ખોટું બોલતા લોકોને કાઢવા પ્રજાને જાગૃત થવા હાંકલ કરી હતી હવે તમે જાગો નહિંતર તમારૂં ભવિષ્ય અંધકારમય છે તમે જાગશો તો મને સરકાર જોવા મળશે તેવી હાંકલ કરી હતી. વિશાળ સંખ્યામાં જનમેદની જોતા ચુટાયેલા પ્રતિનિધિઓ ઉપર લોકોનો રોષ ભયંકર હોય તેવું સભામાં જણાતું હતું.આજનાં આ પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં શ્રી પ્રતાપભાઇ દુધાત, શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી ગાયત્રી બા વાઘેલા, શ્રી જેનીબેન ઠુંમર, શ્રી રૂત્વિકભાઇ મકવાણા, શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, શ્રી રમેશભાઇ ગોહિલ, શ્રી ધીરૂભાઇ વાહાણી, શ્રી નરેશભાઇ અધ્યારૂ, શ્રી આંબાભાઇ કાકડીયા, શ્રી જીતુભાઇ વાળા, શ્રી શાર્દુળભાઇ ડેર, શ્રી અનકભાઇ વાળા, શ્રી અશોકભાઇ ચાવડા, શ્રી ઘનશ્યામભાઇ શાર્દુળભાઇ શ્રી લખુભાઇ બસીયા, શ્રી કુલદીપભાઇ બસીયા, શ્રી દિલીપભાઇ સનુરા દેવળીયા, શ્રી પરેશભાઇ ભાલીયા શ્રી કિશોરભાઇ દેથળીયા, શ્રી જસમતભાઇ ચોવટીયા, શ્રી મુકેશભાઇ ભાલીયા, શ્રી વીનુભાઇ ચોવટીયા, શ્રી બિપીનભાઇ વસાણી, શ્રી ભુપતભાઇ વાવડીયા, શ્રી કાનભાઇ શેખ, શ્રી અશોકભાઇ વાજા, શ્રી વિનુભાઇ ઝાપડીયા, શ્રી વિજયભાઇ ઝાપડીયા, શ્રી શિલ્પાબેન ઝાપડીયા, શ્રી બી.બી.હિરપરા, શ્રી ભુપતભાઇ, શ્રી બિપીનભાઇ ખાચર, શ્રી ભોજરાજભાઇ કોઠીવાળ, શ્રી નિરૂબેન કોઠીવાળ, શ્રી ઉકાભાઇ ગોલાણી, શ્રી હરેશભાઇ મેવાડા, શ્રી સનાભાઇ નિલવડા, શ્રી વાઘાભાઇ ઘોરકડ, શ્રી વલ્લભભાઇ બારૈયા, શ્રી જયુભાઇ ઠુંમર શ્રી કાંતીભાઇ પનાળીયામ શ્રી ધનજીભાઇ મકવાણા, શ્રી ભરતભાઇ ડાંગર સહિત તાલુકા પંચાયત સભ્ય પુર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો, નગર પંચાયતના સદસ્યશ્રીઓ મહિલા આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન શ્રી વિનુભાઇ ઝાપડીયા, શ્રી વિજયભાઇ ઝાપડીયા, શ્રી ભોજરાજભાઇ કોઠીવાળા અને બિપીનભાઇ ખાચર એ કર્યું હતું.

Latest articles

08-09-2024

07-09-2024

દરોડાઓ અને ધરપકડમાં વ્યસ્ત ઈડી ખુદ શંકાના ઘેરાવામાં છે, એની સ્વચ્છંદતા હદ વટાવી રહી છે

કોર્ટે ફરી એકવાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈઘને...

અમરેલીમાં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ સંપન્ન

અમરેલી, મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ "ભારતરત્ન’ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી "શિક્ષક દિવસ’ ની...

Latest News

08-09-2024

07-09-2024

દરોડાઓ અને ધરપકડમાં વ્યસ્ત ઈડી ખુદ શંકાના ઘેરાવામાં છે, એની સ્વચ્છંદતા હદ વટાવી રહી છે

કોર્ટે ફરી એકવાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈઘને...