અમરેલી,
અમરેલીના કેરીયારોડ બાયપાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં કૈલાશ મુક્તિધામ પાછળ ભકિતનગરમાં શ્રીનીતીનભા્ઈ કાબરીયાની વાડીએે આજે સવારે પરપ્રાંતીય સમય પર ખેતમજુરી કામ કરી રહયા હતા ત્યારે સવારે 8 વાગ્યે એકાએક પાછળથી દિપડાએ હુમલાનો પ્રયાસ કરતા શ્રમિક પરીવાર બચવા માટે કુવા પાસે દોડી જતા બચાવ થયો હતો. જયારે હુમલાનો પ્રયાસ કરનાર દિપડો કુવામાં ખાબકયો હતો.જયારે બીજો દિપડો મીઠા લીમડાના ઝાડમાં ફસાઈ ગયા બાદ નીકળીને નાસી ગયો હતો. આ વાત શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા લોકો દિપડા દર્શન માટે ઉમટી પડયા હતા. અને વનવિભાગને જાણ કરતા વનવિભાગે કુવામાં પડેલા દિપડાને અને ઝાડમાં ફસાયેલા દિપડાને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા.અને એક દિપડાને પકડી પાડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી શહેરમાં અવાર નવાર સિંહ દિપડાઓ આવી ચડે છે. ખાસ કરીને લાઠી રોડ વિસ્તારના સોસાયટી વિસ્તારોમાં અનેક વખત રંઝાડો થાય છે. હવે દિપડાઓ પણ આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો