“ગુજરાત સમિટ” ની વિકાસની લહેરમાં અમરેલી – લાઠી વચ્ચે ટોડા ગામનો પુલ રેલીંગ વગરનો…

સૌનો સાથ લઈને ચાલતી ભા. જ. પ.ની સરકાર ( નાગરિકોની) વિદેશોની સરકાર અને કંપનીઓ સાથે કરોડો – અબજોના વ્યવસાય માટે એમ. ઓ. યુ.થઈ રહ્યાં છે,તેથી ગુજરાતમાં ઘર આંગણે રોજગારીની વિશાળ તકો નું નિર્માણ થઈ રહ્યું છે.લોકોની પાયાની જરૂરિયાત અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય પરંતુ લોકોની સલામતી માટે હાઈવે ઉપરના નદીઓ ઉપરના પુલ જર્જરિત થયા છે અને જુનાની જગ્યાએ નવા બનાવાઈ રહ્યા છે તેની ગુણવત્તા જાળવવાની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની હોય છે,તેમાંથી હાથ ખંખેરવામાં આવે તે પ્રજા સાથે છેતરપિંડી કરાતી બરાબર ગણાય..!! અમરેલી જિલ્લાના વિકાસ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને જણાવવાનું કે અમરેલી – લાઠી વચ્ચે ટોડા ગામના પાદરમાં થી પસાર થતી નદી ઉપરના પુલ ઉપર બંને બાજુ પહેલે થી રેલીંગ નથી, આ માર્ગ ઉપર થી ભાવનગર – અમરેલી – બોટાદ – અમદાવાદ – સાવરકુંડલા – જૂનાગઢ – કોડીનાર તરફ જવા – આવવા માટે વાહનો પસાર થાય છે,પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા પુલ ઉપર નિયમ મુજબ કામ ન થતો હોવાનો આ તસવીર એક નમૂનો છે તે અમરેલી જિલ્લા પંચાયતના સત્તાધીશોને અર્પણ.