કુંડલામાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરતા પુ.મોરારિબાપુ

સાવરકુંડલા,
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલામાં મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – 2024 ની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે સુપેરે કાર્યરત સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું આગામી 10 અને 11 જાન્યુઆરીના રોજ શ્રી જે.વી.મોદી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયુંહતું.આ કાર્યક્રમ 13 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ઉજવાય રહ્યો છે. દેશ વિદેશના દાતાશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, વિવિધ કલા સાધકો, સાહિત્યકારો અને સંસ્થા સાથે જોડાયેલા શુભેચ્છકો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છે. નવ વર્ષ પૂર્વે આ સંસ્થા દ્વારા સ્થપાયેલ તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરને જનસમાજનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને આ નવ વર્ષમાં સોળથી વધુ લોકોએ આ આરોગ્ય સેવાનો લાભ લીધો છે. સમાજની અપેક્ષાથી પ્રેરાઈને આ આરોગ્ય મંદિરમાં નવા વિભાગોનું મંગલ પ્રારંભ પર્વ ઉજવાયું. આ અંતર્ગત “ઘૂંટણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન (ની અને હીપ રીપ્લેસમેન્ટ) તથા મણકાના ઓપરેશનના વિભાગનું લોકાર્પણ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે સંપન્ન થયું. સાહિત્ય અને શિક્ષણ સન્માન પર્વ અંતર્ગત વર્ષ 2024 માટેના વિવિધ સન્માન એનાયત કરાશે. શ્રી નિરંજન રાજ્યગુરુને “મનુભાઈ પંચોલી – દર્શક સાહિત્ય સન્માન’, શ્રી નીલેશ રાણાને “શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન’, શ્રી પરી બલદેવપરી જવેરપરીને “શ્રી લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન’, શ્રી ઉર્વીશ વસાવડા ને “નાનાભાઈ હ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર’, શ્રી પૂજા દવેને રાવજી પટેલ યુવા સંગીત પ્રતિભા’ અને જુગલ દરજીને “રાવજી પટેલ યુવા કવિ પ્રતિભા’ સન્માન પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થયા.આ પ્રસંગે સુખ્યાત સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગર અને અમેરિકા સ્થિત જાણીતા લેખક શ્રી નટવર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મોરારીબાપુ આ પ્રસંગે મંગલ ઉદબોધન કર્યું. કાર્યક્રમનું સંકલન પ્રણવ પંડયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રતિલાલ બોરીસાગર, ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા, શ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી નટવરભાઈ ગાંધી (પૂર્વ સી.એફ.ઓ.વોશિંગ્ટન ડી.સી.), શ્રી ભદ્રાયું વચ્છરાજાની, શ્રી અંબરીષ ડેર, શ્રી છેલભાઈ વ્યાસ, શ્રી મનોજ જોશી, પુજ્ય ભક્તિરામ બાપુ (માનવ મંદિર) ઉપસ્થિત રહ્યાં