પ્રાથમિક સુવિધાઓ આપી મુશ્કેલી દુર કરાવતા શ્રી ધર્મેન્દ્ર મહેતા અને શ્રી લાલાભાઇ ગોહિલ

અમરેલી, \
સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર 6 ના વિધુતનગર સામેની વસાહત ની પાછળ આવેલ ખાણ વિસ્તાર જયા નાના માણસો વસવાટ કરે છે ત્યા વિસ્તારમાં લોકો ની મુશ્કેલીઓ દુર કરવા આપણા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ લોકો ના પ્રશ્ન માટે સતત જાગૃત અને જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની ડિક્ષનેરી માં નથી એવા હંમેશ ચિંતિત એવા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ, જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરા ની રજુઆત તેમજ લોકો ના હિત ને ધ્યાને લઈને પૂર્વપ્રમુખ તુપ્તીબેન દોશી, રાજુભાઇ દોશી તેમજ પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી,ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઇ ચૌહાણ એ અંગત રસ લેય ખાણ માં પગથીયા અને બ્લોક રોડ બનાવ્યા તેમજ સ્ટીટલાઇટ નાખી ને અંજવાળા કર્યા ,પાણીની લાઇનો નાખી ગટર બનાવી જેથી વિસ્તાર ના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખરેખર આને કહેવાય વિકાસ ખાણની અંદર કરેલા કામો સ્થળ ઉપર નિહારતા ચેરમેન અશોકભાઇ ચૌહાણ, ધર્મેન્દ્ર મહેતા, લાલાભાઇ ગોહિલ, હસુભાઇ ચાવડા, ભુપતભાઇ પાનસુરીયા, ભાવેશભાઇ કવા, કરશનભાઇ આલ સહિત પદાધિકારીઓ એ કામગીરી નો સંતોષ વ્યક્ત કર્યો હતો જેથી વિસ્તાર ના પ્રતિનિધિ તરીકે આપણા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા અને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તુપ્તીબેન દોશી, રાજુભાઇ દોશી, પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી,ચિફ ઓફિસર બોરડ સાહેબ ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઇ ચૌહાણ સહિત અધિકારીશ્રીઓ નો આભાર માન્યો