લાઠી તાલુકાના ચાવંડ ગામે રૂ.32 લાખના કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા

લાઠી તાલુકાના ચાવંડ ગામે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.32 લાખ ના ખર્ચે નવનિર્મિત થનાર રોડ રસ્તાના કામો જેવાકે પ્લોટ વિસ્તાર તેમજ જૂનું ગામ વિસ્તારમાં બ્લોક પેવિંગ રોડ, અનુસુચિત વિસ્તારોમાં બ્લોક રોડ ના કામો, નાળા, પુલ ના કામો, ભૂગર્ભ ગટરના કામો, પીવાના પાણીની ટાંકી બનાવવાના કામો, સી.સી.રોડના કામો વિગેરેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.આ તકે અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતુભાઈ ડેર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ સોરઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા, ગામના સરપંચ શ્રી કપીલભાઈ ડેર, ઉપસરપંચ કનુભાઈ ડેર, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, ગામના ખેડૂતો, આગેવાનો તેમજ ગ્રામ જનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા, આ તકે તમામ આગેવાનો, સરપંચ તેમજ ગ્રામજનોએ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાનો આભાર વ્યક્ત કરેલ હતો અને કામ ગુણવત્તા સભર થાય તે અંગેની તકેદારી રાખવા પદાધિકારીઓશ્રી એ જણાવેલ હતું.