અમરેલીમાં શિક્ષકો સહિત કર્મચારીઓના ધરણા

અમરેલી,
અમરેલી જિલ્લામાં શિક્ષકોએ જુની પેન્શન યોજના શરૂ કરવા માંગ સાથે ધરણા યોજી વિરોધ્ધ પ્રદર્શન કર્યુ હતું. સરકાર દ્વારા શિક્ષકો માટે પેન્શન યોજના હતી તે બંધ કરી દેતા રોષિત બનેલા શિક્ષકોએ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ અમરેલીમાં આજે શિક્ષકોએ ધરણા કરી વિરોધ્ધ પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કર્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં પ્રદેશ આગેવાન સતિષભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરી હતી. સંગઠનના નિયત થયેલા કાર્યક્રમો મુજબ અમરેલી ખાતે 13 જિલ્લાના શિક્ષકોએ ધરણા કરી જુની પેન્શન યોજનામાં સમાવાની માંગ સાથે રેલી યોજી આવેદન પત્ર આપ્યું હતું. જો સરકાર જુની યોજના ચાલુ નહીં કરે તો આંદોલન ઉગ્ર બનાવાશે. શિક્ષકો સાથે તલાટી મંત્રીઓ, આરોગ્ય કર્મચારીઓ પણ ધરણામાં જોડાયા હતાં. દ્વરકા, સોમનાથ સહિત 13 જિલ્લાના શિક્ષકોએ જુની પેન્શન યોજનાની માંગણી દોહરાવી હતી.